Explore

Search

October 30, 2025 8:23 am

लेटेस्ट न्यूज़
Advertisements

જીવનચરિત્ર કથા : ભાગ 164 ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર ભૂપેન ખખ્ખર -જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 164 ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર ભૂપેન ખખ્ખર -જન્મદિવસ : Manoj Acharya

જીવનચરિત્ર કથા : ભાગ 164
ખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર ભૂપેન ખખ્ખર (1934-2003) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૧૦મી માર્ચ ૧૯૩૪ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતી ચિત્રકાર હતા. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1954માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1956માં બી.કૉમ. થયા. 1960માં ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑવ્ ઇન્ડિયા’માંથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા. 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી કલા-વિવેચનાના વિષય સાથે એમ.એ. થયા. વચગાળામાં થોડો વખત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢીમાં નોકરી કરી પણ અંતે ચિત્રકલાના ક્ષેત્રે ઝુકાવ્યું. તેમણે ૧૯૬૫માં પોતાનાં ચિત્રોનું એક પ્રદર્શન યોજીને કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારપછી, એક વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં તેમની કૃતિઓને જ્યોર્જ બુચર્સ સિલેક્શન ઑફ્ ઈન્ડિયન આર્ટમાં રજૂ કરવામાં આવી હતી. બે વર્ષ પછી ૧૯૬૮માં તેમની કૃતિઓને ભારતના પ્રથમ ‘ત્રિનાલે’માં રજૂ કરવામાં આવી હતી. તે જ વર્ષ દરમિયાન અમેરિકામાં એશિયન કલ્ચરલ કાઉન્સિલ વડે તેમને ‘સ્ટાર ફેલોશિપ’ અર્પણ કરવામાં આવી હતી. ૧૯૭૬માં તેમણે યુગોસ્લાવિયા, ઇંગ્લેન્ડ અને રશિયાની યાત્રા કરી હતી અને લંડન ખાતે “એક ખૂબ જ સફળ પ્રદર્શન કર્યું હતું. 1986માં ન્યૂયૉર્કની એશિયન કલ્ચર કાઉન્સિલે અમેરિકાનાં મ્યુઝિયમ તથા ગૅલરીની મુલાકાતે આવવા ફેલોશિપ આપી નિમંત્રણ પાઠવ્યું. આ ઉપરાંત દેશવિદેશમાં તેમણે અનેક કલાવિષયક પરિસંવાદ, કાર્યશાળા તથા પ્રવચનશ્રેણીમાં ભાગ લીધો હતો તેમજ આયોજન પણ કર્યું. 1982માં તેમણે લંડનમાં યોજાયેલા ભારત ઉત્સવ દરમિયાન ટી.વી. મુલાકાત આપી હતી. 1984માં ગ્રેટ બ્રિટનની આટર્સ કાઉન્સિલે ‘મેસેજિઝ ફ્રૉમ ભૂપેન ખખ્ખર’ નામની ફિલ્મ બનાવી હતી. પૅરિસમાં પૉમ્પિદુ સેન્ટર ખાતે યોજાયેલા પ્રદર્શન દરમિયાન તેમની ટી.વી. મુલાકાત યોજાઈ હતી. તેમણે ગુજરાતીમાં ટૂંકી વાર્તાઓ લખી છે અને તે સામયિકોમાં પ્રગટ થયેલી છે. 4 વર્ષ સુધી ગુલામ મોહમ્મદ શેખ સાથે ‘વૃશ્ચિક’ સામયિકના સહતંત્રી તરીકે રહેલ. ચિત્રો માટે તેઓ શહેરી મધ્યમવર્ગમાંથી પ્રેરણા મેળવતા રહેલા. દ્વિપરિમાણવાળાં તેમનાં ચિત્રો ચમકદાર રંગોની માવજત પામેલાં છે. ભારતમાં અને ભારત બહાર અનેક જાહેર અને ખાનગી ચિત્રસંગ્રહોમાં તેમની કૃતિઓ માનભર્યું સ્થાન પામી છે. તેમની કર્મભૂમિ બનેલા વડોદરા ખાતે તેમણે સ્થાયી થઈને સમગ્ર જીવન ચિત્રકલાની ઉપાસના માટે સમર્પિત કરેલું. 1960 પછી અસ્તિત્વમાં આવેલ આધુનિક ભારતનો નાગરી મધ્યમવર્ગ ભૂપેનના મોટા ભાગનાં ચિત્રોમાં કેન્દ્રસ્થાને જોવા મળે છે. ભદ્રવર્ગ હજી સુધી જેને જોઈને નાકનું ટીચકું ચડાવે તેવા તુચ્છ વિષયોને ભૂપેને પસંદ કર્યા છે; દાખલા તરીકે, ઘડિયાળ રિપૅર કરનાર ઘડિયાળીની દુકાન, જલેબી ખાતો માણસ તેમનાં બે ચિત્રો અનુક્રમે ‘જનતા વૉચ કંપની’ અને ‘જલેબી ખાતો હું’માં જોઈ શકાય છે. ભારતની અનુઆધુનિક કલાને ચોક્કસ દિશાસૂચન કરવાનું કાર્ય ભૂપેને કર્યું છે. ૧૯૮૪માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૦૩ની ૮મી ઑગસ્ટે તેમનું અવસાન થયું હતું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements