6પવિત્ર ચૈત્રી માસની ચોથી નવરાત્રિ તા. 25 માર્ચ 2023 નાં દિવસે સવારે 9.30 થી 11 દરમિયાન માણાવદરથી પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી મયુરભાઈ રાવલ તેમનાં મિત્ર શ્રી જય વ્યાસ સાથે શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે માતાજીનાં દર્શનાર્થે તથા પુ ગુરુદેવનાં આશીર્વાદ લેવા ખાસ આવ્યા હતા.. વધુ તેમનાં જ શબ્દોમાં.. 👇
ll नर्मदे हर ll
ll जय गुरुदेव ll
ll जय सियाराम ll
ચૈત્રી નવરાત્રીમાં શકિત ઉપાસકોનાં દર્શન અને પૂજન અર્ચનનું વિશેષ મહત્વ હોય છે. રાજકોટમાં આવેલ શ્રી સિદ્ધ ગાયત્રી શકિતપીઠના સ્થાપક, સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનના ઉજળા ઇતિહાસનું આલેખન કરીને સૌરાષ્ટ યુનિમાં સૌપ્રથમ PHD (1974) કરનાર, જૂનાગઢની બહાઉદી કોલેજના પ્રોફેસર (1987 થી 1990) અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ, ઝાલાવાડનાં ઇતિહાસવિદ અને પ્રખર ગાયત્રી ઉપાસક ડો. ઇન્દ્રવદન આચાર્ય (માડી) ના દર્શનનો લાભ મળ્યો તેમજ નિત્ય ગાયત્રી યજ્ઞમાં ભાગ લીધો. શોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્માજીના શિષ્ય વઢવાણવાળા નટવરલાલ આચાર્ય દાદાના તેઓશ્રી સુપુત્ર થાય. માં નર્મદા પ્રેમી માંડલિયા ભૂદેવ જયભાઈ વ્યાસ, રાજકોટ અને માં નર્મદા પ્રેમી બ્રહ્મપુત્ર ગૌ ઉપાસક હું મયૂર મો. રાવલ ચૈત્રી નવરાત્રીમાં માડીની વંદના કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ડો. ઇન્દ્રવદન આચાર્યજી માડી નામે વિખ્યાત છે. 83 વરસે તાજા માઝા છે અને બ્રહ્મતેજ ઝગમગે છે. ઝાલાવાડ અને શકિત ઉપાસકોનો ઇતિહાસ સાચવી બેઠા છે અને કરોડો ગાયત્રી મંત્રની ઉપાસના કરી ચૂક્યા છે. તેમના સુપત્ર મનોજ ભાઈ આચાર્ય (વારીસ સદાનંદ) તેમની નિત્ય સેવામાં છે. આ પ્રસંગે ‘માં નર્મદા પરિક્રમા’ ગ્રંથ પુ. શ્રી માડીને સપ્રેમ ભેટ આપ્યો. શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, 5/11 – જંક્શન પ્લોટ રાજકોટનું જાગતું તીર્થ છે. 🙏🏻
તસવીરો : મનોજ આચાર્ય
અહેવાલ : મયૂર મો રાવલ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877