Explore

Search

June 6, 2025 5:23 am

लेटेस्ट न्यूज़

दमन में सड़क सुरक्षा अभियान को मिली नई दिशा, “Helmet Hero “मुहिम के अंतर्गत आयोजित हुई जागरूकता ग्राम सभा माननीय प्रशासक श्री प्रफुलभाई पटेल के कुशल नेतृत्व में दमन में सड़क सुरक्षा के प्रति जनजागरूकता अभियानोंको नई गति

Advertisements

સ્ટાર લિંક સેટેલાઇટની ટ્રેન ગુજરાતના આકાશમાં દેખાશે : ManojAcharya.

સ્ટાર લિંક સેટેલાઇટની ટ્રેન ગુજરાતના આકાશમાં દેખાશે : ManojAcharya.

સ્ટાર લિંક સેટેલાઇટની ટ્રેન ગુજરાતના આકાશમાં દેખાશે.
તારીખ 02 એપ્રિલ 2023ના વહેલી સવારે 6:10 થી 6:30 દરમિયાન સૌથી સારી રીતે દેખાવાની શક્યતા તારીખ 1 એપ્રિલ અને 3 એપ્રિલ 2023 ના દિવસે સમય સવારે 06:00 થી 06.30
મેગ્નિટ્યુડ 2.5 (અંદાજીત)
થોડું અંધારું હશે તો સારી રીતે જોઈ શકાશે. એક સાથે ૫૬ સેટેલાઈટની ટ્રેન દેખાશે. આ બાબતે સ્ટારગેઝિંગ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે એલોન મસ્કની કંપની દ્વારા ઇન્ટરનેટ સુવિધા માટે થોડા સમય પહેલા 29મી માર્ચના રોજ છોડવામાં આવેલ ઉપગ્રહો ટ્રેન સ્વરૂપે જોવાનો લ્હાવો મળશે. 2જી એપ્રિલના રોજ મહત્તમ ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ થી ઉત્તર પૂર્વ તરફના ભાગે આકાશમાં દેખાશે. ફોટો વિડીયો વગેરે તથા વધુ માહિતી માટે સ્ટારગેઝિંગ ઇન્ડિયાનો 9879554770 અથવા 9428220472 ઉપર સંપર્ક કરી શકો છો. આપ જે કોઈપણ ફોટોઝ વિડિયોઝ રેકોર્ડ કરો તે અમારા સોસીયલ મીડિયા હેન્ડલ @StarGazingIndia ને અચૂક ટેગ/કોલાબ્રેટ કરશો.
સ્ટારગેઝિંગ ઇન્ડિયા માંડવી યુનિટ ના વડા ગૌરવ સંઘવી આ બાબતે જણાવે છે કે ઉપગ્રહોના પ્રક્ષેપણ અને તેની ટ્રેજેક્ટરીની ગણિત તેમનો ખાસ રસનો વિષય છે. 29 માર્ચના છોડવામાં આવેલ 56 ઉપગ્રહો અનુકૂળ પરિસ્થિતિમાં કચ્છ સૌરાષ્ટ્રમાં સારી રીતે દેખાવાની શકયતા છે. ક્યારેક તેની ઊંચાઈ, પ્રભાતના પ્રકાશની તીવ્રતા, શહેરી લાઈટોનું પ્રદુષણ, આકાશની ચોખ્ખાઈ વગેરે જેવાં પરિબળોને કારણે ઉપગ્રહોની ટ્રેન જોવામાં વ્યવધાન થઈ શકે છે, છતાં વહેલી સવારે એલાર્મ રાખીને આકાશમાં ડોકિયું કરવા જેવું તો છે જ…!
નોંધ: તારીખ 02 એપ્રિલની ટ્રેન ખૂબ જ સરળતાથી જોવા મળી શકે છે જ્યારે 01 અને 03 એપ્રિલના રોજ જોવા માટે થોડી મહેનત કરવી પડી શકે છે.
દિશા સુચન :
01/04/2023 : દક્ષિણ પશ્ચિમમાં થોડું વધારે દક્ષિણ તરફથી દક્ષિણ પૂર્વ તરફ.
02/04/2023 : દક્ષિણ પશ્ચિમ થી ઉત્તર પૂર્વ તરફ.
03/04/2023 : પશ્ચિમથી (ધ્રુવ તારા નજીકથી) ઉત્તર પૂર્વ તરફ.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements