Explore

Search

December 3, 2024 7:22 pm

लेटेस्ट न्यूज़

दादरा नगर हवेली एवं दमन-दीव क्षेत्र भारतीय जनता पार्टी के प्रदेश प्रभारी श्री दुष्यन्त भाई पटेल एवं प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी के नेतृत्व में संगठन पर्व संगठन कार्यक्रम दादरा नगर हवेली के कार्य पाठशाला का आयोजन किया गया.

ધાર્મિક કથા : ભાગ 174જૈનોની આયંબિલ ઓળી. આયંબિલ એટલે આહારથી અનાહાર : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 174જૈનોની આયંબિલ ઓળી. આયંબિલ એટલે આહારથી અનાહાર : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 174
જૈનોની આયંબિલ ઓળી. આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના
🚩 🕉️ 🛕 👏 🕉️
અનંત કરુણાના સ્વામી શ્રી ર્તીથંકર પરમાત્માએ સંસારના સર્વ જીવોને દુ:ખમુક્ત કરવા અને અનંત સુખના ભાગી બનાવવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. એ ધર્મતીર્થની આરાધના-ઉપાસના માટે અસંખ્ય યોગ ફરમાવ્યા છે. જે જીવની જે-જે પ્રકારની લાયકાત, યોગ્યતા, ક્ષમતા, ભૂમિકા, કક્ષા, સંયોગ, શક્તિ એ-એ પ્રકારના યોગો એને માટે દર્શાવ્યા છે. આ અસંખ્ય યોગો પૈકી આબાલવૃદ્ધ સૌ કોઈને એકસરખી રીતે ઉપકારક નીવડે એવો પ્રધાનયોગ છે નવપદની આરાધના. જૈન ધર્મમાં નવપદજીની આરાધનાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપાશ્રયોમાં આ સમયમાં સિદ્ધચક્રના નવપદની આરાધના કરવામાં આવે છે. આ વ્રતમાં આહારના ચુસ્ત નિયમો પાળવાના હોય છે. વ્રત પાળવામાં સરળતા રહે તે માટે ઘણા સ્થળો પર આયંબિલ શાળાઓ સ્થાપી સમૂહમાં આ વ્રત કરવામાં આવે છે. જેમ તીર્થમાં શ્રી શત્રુંજય ગિરિરાજ શાશ્વત છે એમ નવપદની આ ઓળીને પણ શાશ્વતી માનવામાં આવે છે. ઓળીના આ નવે દિવસને અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમ નવપદ સાથે જોડવામાં આવે છે અને નવ દિવસ રોજ એક-એક પદની આરાધના નિશ્ચિત કરેલાં ખમાસણાં, લોગસ્સના કાઉસગ્ગ એ પદના જપની નવકારવાળી, સાથિયા વગેરે વિધિ સાથે કરવામાં આવે છે. જૈન ધર્મમાં આયંબિલને રસત્યાગની તપશ્ચર્યા કહેવામાં આવે છે. રસત્યાગ એટલે સ્વાદનો ત્યાગ એટલે કે લૂખો આહાર. આયંબિલ કરનારે દિવસમાં ફક્ત એક વાર, એક આસને બેસીને ઘી, તેલ, ખાંડ, ગોળ ઇત્યાદિ સ્નિગ્ધ પદાર્થો વગર અને સ્વાદેન્દ્રિયને ઉત્તેજનાર એવા મસાલા વગરનો લૂખો આહાર લેવાનો હોય છે. રસેન્દ્રિય પર સંયમ મેળવ્યા વિના રસત્યાગ કરવો સહેલો નથી એટલે કેટલાકને આયંબિલ કરવું સહેલું લાગતું નથી, કારણ કે ન ભાવતું ભોજન કરવા માટે રસેન્દ્રિય પર અસાધારણ સંયમની જરૂર છે. જૈનો હર્ષોલ્લાસ સાથે આયંબીલ ઓળીમાં નવ નવ દિવસ સુધી આયંબીલ તપ કરે છે. જેમાં માત્ર એક જ વખત લુખ્‍ખુ – સુક્કુ તેલ અને સબરસ વગરનું ભોજન કરવાનુ હોય છે. આયંબીલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર અને આસો માસમાં આવે છે. ચૈત્ર મહિનો જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ સુધી અને બીજી આયંબિલ આસો મહિનામાં આવે છે જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે… આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ. કેમકે તીથંર્કર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત્।, પિત્ત્। અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.
▶️ આયંબિલમાં શું ખવાય? અને શું ન ખવાય?
દ્યઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય. બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય. મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે. ઘી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો આયંબિલ્ તપ શ્રેષ્ઠ છે પરંતુ આયુર્વેદીક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેલ – ઘી રહિતનો આહાર વાપરવાથી લીવરને રાહત મળે છે. શરીર અને મન બંને પ્રસન્ન રહે છે,જે સાધનામાં સહાયક બને છે. નવ દિવસનું એક એવા નવ આયંબિલ પુરા થાય એટલે (સાડા ચાર વર્ષ પછી) આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग