Explore

Search

August 30, 2025 5:56 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

અક્ષયતૃતીયા ( અખાત્રીજ ) નું મહત્વ શુ ? : Niru Ashra

અક્ષયતૃતીયા ( અખાત્રીજ ) નું મહત્વ શુ ? : Niru Ashra

🇦🇹👉 અક્ષયતૃતીયા ( અખાત્રીજ ) નું મહત્વ શુ છે..??
વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે..||
||
.👉. ૧ અક્ષય તૃતીયા નાં દિવસેશ્રી આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભા-ચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો..

.👉. ૨ અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો..

👉..૩ આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ વિ વિ કરવું જોઈએ..

👉..૪ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ..

👉.. ૫ અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ..

.👉. ૬ અક્ષયતૃતીયાનાં દિવસે તેત્રાયુગ નો આરંભ થયેલ..

👉.. ૭ અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર“ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજન થી ભરપુર રહેતું..

👉.. ૮ અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ..

👉..૯ અક્ષયતૃતીયાનાં દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુ ઋષિના કુળમાં થયો હોઈ તેઓ “ભાર્ગવ” અને જમદગ્નિ ઋષિને ત્યાં થયો હોઈ તેઓ “જામદગ્નૈ” તરીકે ઓળખાતા..

👉૧૦ અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવન માં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે..

👉..૧૧ અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે..

.👉.૧૨ અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા..

👉..૧૩ અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદી ના ચીર પૂરી રક્ષા કરેલ..

👉.. ૧૪ અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ..

👉..૧૫ અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે..

👉..૧૬ અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ થયેલ..

👉..17 બ્રહ્માજી ના પુત્ર અક્ષય કુમાર નું આજે પ્રાકટ્ય થયેલ..

👉..૧૮ અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરી માં ભગવાન ના રથ નું નિર્માણ કાર્ય આજથી શરુ થાય છે..
||
👉સનાતન (હિન્દુ) ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે. આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, ‘અક્ષય’ શબ્દનો અર્થ છે – જેનો ક્ષય કે નાશ ન થાય.
માટે આ દિવસે દાન પુણ્ય વિ. શુભ કાર્યો કરવા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements