ધાર્મિક કથા : ભાગ 193
આજે શનિ જયંતી છે.
વૈશાખ વદ અમાસને તા. 19 મે શુક્રવાર, આજે શનિ જયંતિ છે. શનિ દેવ ક્રુર નહીં પણ ન્યાયના દેવતા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ ગુજરાતના હાથલા ખાતે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો. આ દિવસે શનિદેવની પૂજા અને મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ મળે છે અને શનિની દશામાં પણ રાહત મળે છે. કષ્ટોને હરનારા દેવ શનિ મહારાજ તેલ અડદ અને આંકડાની પુષ્પમાળાઓનો અભિષેક કરીને શનિ મહારાજની કૃપા તેમના અને તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે પૂજા કરવી. પોતાની ધાર્મિક આસ્થા અને ઇચ્છાનુસાર શનિ ચાલીસાના પાઠ કરીને પણ કષ્ટોને હરનારા શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકે છે. રાશિ મુજબ અશુભ ફળોને દૂર કરી શનિ દેવતાને ખુશ કરો. અત્યંત ધીમી ગતિથી ચાલનારા દેવ છે. તેઓ સૂર્યની ચારેબાજુ ત્રીસ વર્ષમાં એકવાર પોતાનુ એક ચક્ર પુરૂ કરે છે, તેથી કોઈપણ મનુષ્યના જીવનમાં સાડાસાતી ફક્ત બે કે ત્રણ વાર જ આવી શકે છે. શનિ જે રાશિમાં રહે છે તે રાશિ સાથે જ તે રાશિની આગળ અને પાછળની રાશિઓ ઉપર પણ સાડાસાતી રહે છે. આ દિવસે કરવામાં આવતા વ્રત, ઉપવાસ પૂજાપાઠની સાથે વડના ઝાડ અને પીપળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની પણ કૃપા મળે છે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877