Explore

Search

November 23, 2024 8:21 am

लेटेस्ट न्यूज़

ધાર્મિક કથા : ભાગ 197જગતજનની વેદમાતા ગાયત્રી જન્મોત્સવ જેઠ સુદ દસમ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 197જગતજનની વેદમાતા ગાયત્રી જન્મોત્સવ જેઠ સુદ દસમ : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 197
જગતજનની વેદમાતા ગાયત્રી જન્મોત્સવ જેઠ સુદ દસમ
🕉️ 🛕 🚩 👏 🙇🏻‍♂️
ધાર્મિક ગ્રંથો અનુસાર ગાયત્રી જયંતિનો તહેવાર જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમ તિથિએ ઉજવવામાં આવે છે. દેવલોકમાં જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ અનુસાર 30 મે મંગળવારે છે. એવું માનવામાં આવે છે કે આ તારીખે દેવી ગાયત્રી પ્રગટ થયા હતા. ગાયત્રી દેવીને વેદોની માતા કહેવામાં આવે છે. માતા ગાયત્રીને દેવી પાર્વતી, સરસ્વતી અને લક્ષ્મીનો સંયુક્ત અવતાર પણ માનવામાં આવે છે. તેમના એક હાથમાં વેદ અને બીજા હાથમાં કમંડળ છે. હિંદુ ધર્મમાં ગાયત્રી દેવીના મંત્રને મહામંત્ર પણ કહેવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રના ઉપાયોમાં પણ ગાયત્રી મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. ગાયત્રી જયંતિ પર દેવીની પૂજા કરવાનો વિશેષ નિયમ છે. આખા દિવસમાં ગમે ત્યારે દેવી ગાયત્રીની પૂજા કરી શકાય છે. એક સ્થાન પર દેવી ગાયત્રીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો અને તેમની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. આ પછી દેવી ગાયત્રીને ફૂલની માળા અર્પણ કરો અને પંચોપચાર વિધિથી પૂજા કરો (કંકુ, અબીલ, ગુલાલ સહિત અન્ય વસ્તુઓથી) દેવીને થાળ ધરાવો અને તે જ જગ્યાએ બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરો. અંતમાં આરતી કરો અને ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરો. આ રીતે દેવી ગાયત્રીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે.
🚩 આ છે ગાયત્રી મંત્ર :
।। ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન: પ્રચોદયાત્ ।।
અર્થ – એ પ્રાણસ્વરૂપ, દુઃખનો નાશ કરનાર, સુખનું સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનો નાશ કરનાર, દેવ સ્વરૂપ પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ. તે ઈશ્વર આપણી બુદ્ધિને સાચા માર્ગે દોરે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग