જીવનચરિત્ર કથા : ભાગ 202
વાર્તાકાર – નિબંધકાર જનક ત્રિવેદી (1946-2007) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ 10 જૂન 1946ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ નજીકના કોળી ગામમાં થયો હતો. F.Y.B.A. સુધી તેમણે અભ્યાસ કર્યો હતો. બાપુજી નંદલાલ ત્રિવેદીએ ‘કલ્યાણ’ નામનું સામાયિક બંધાવેલું. એ સામાયિકમાં આવે ચિત્રો. એ ચિત્રોમાં બાળ જનક ત્રિવેદીને રસ પડ્યો. મોટાભાઈ અંબાશંકરને તેમની મંછાનો ખ્યાલ આવી જતાં રંગો અને કોરા કાગળ લઈ આપ્યા. એવામાં ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં બાળકોની ચિત્રકામની સ્પર્ધા આવે. જનક ત્રિવેદીએ ભાગ લીધો અને સમગ્ર હિન્દુસ્તાનમાં તેઓ પ્રથમ નંબરે આવ્યા. સતત સાત વખત ઈનામ જીત્યા પછી સામયિકનો સામેથી કપાળ કૂટતો પત્ર આવ્યો, ‘હવે ભાગ ન લો, બાકી કોઈ બીજાને જીતવાની તક જ નહીં મળે..!’ સમય વીત્યો અને દ્વારકાની કોલેજમાં એડમિશન લીધું. અહીં અમજદ અલી ખાં સાહેબ, હરિપ્રસાદ ચૌરસિયા, બિસ્મિલ્લાહ ખાન અને પંડિત ભીમસેન જોશી સહિતના નામી કલાકારો સંગીતનો કાર્યક્રમ કરે. બને એવું કે જ્યારે તેઓ મંચ પરથી કાર્યક્રમ રજૂ કરી રહ્યા હોય ત્યારે બીજા છેડે જનક ત્રિવેદી તેમનું આબેહૂબ રૂપ કાગળમાં ઉતારી નાખે. કળા સમક્ષ કળા! આ ચિત્રો એમને બતાવે અને એ ચિત્ર પર તેમના હસ્તાક્ષર લે. વચ્ચે એક આશાભંગનો સમય પણ આવ્યો જ્યારે જનક ત્રિવેદીએ ચિત્રકળાને કોરાણે મૂકી દીધી અને વાંચનમાં મગ્ન થઈ ગયા. ચિત્રકારમાંથી એકાએક લેખક જનક ત્રિવેદીનો ઉદ્ભવ થયો. તેઓ ભારતીય રેલવેમાં ભાવનગર ડિવિઝનમાં સ્ટેશન મેનેજર હતા. 1995 માં તેમનો પહેલો વાર્તા સંગ્રહ બાવલ આવનાર આવ્યો. બીજી વાતો એમની નવલકથા છે. મારો અસબાબ (2008) એ તેમનો 15 નિબંધોનો સંગ્રહ છે. શેષ શ્રાવણનાં માવઠા, એક અને બે, ઇશ્વરને તલાક, ચક્કર, આકાશનો અધિકાર, રાધા, વૃંદાવનની ગલીઓમાં ચીસ વગેરે નિબંધો ધ્યાનાકર્ષ છે. તેમની ટૂંકી વાર્તાઓ બિન-શહેરી ગુજરાતની જીવનશૈલી તેમજ તેની સંસ્કૃતિ, ભાષા અને બોલીઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે. તેમના પુસ્તકો માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અનેક ઈનામો મળ્યા હતા. તેઓ સંધન એવોર્ડ અને મુદ્રા ચંદ્રકના પણ પ્રાપ્તકર્તા છે. 29 જાન્યુઆરી 2007 ના રોજ હાર્ટ એટેકને કારણે ગુવાહાટી ખાતે તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877