ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ ૭૩.૧૬ ટકા, એ-૧ ગ્રેડમાં પ
વિદ્યાર્થીઓ
— ૧૧૬૮૭ માંથી ૭૩૮૦ વિદ્યાર્થીઓ પાસ થયા, ૪૩૫૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા
—— જિલ્લાના ૧૩ કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ફણસવાડા કેન્દ્રનું ૭૬.૧૬ ટકા અને સૌથી
ઓછુ કરવડ કેન્દ્રનું ૩૯.૬૮ ટકા નોંધાયું
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧ મે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૩માં
લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તા. ૩૧ મેના જાહેર થયું હતું જેમાં
વલસાડ જિલ્લાનું પરિણામ ૬૩.૧૬ ટકા આવ્યું છે. જિલ્લામાં એ – ૧ ગ્રેડમાં પાંચ, એ – ૨
ગ્રેડમાં ૧૩૯ બી – ૧માં ૫૯૫, બી – ૨માં ૧૪૨૩, સી – ૧ માં ૨૩૭૦, સી – ૨ માં ૨૩૮૫,
ડી ગ્રેડમાં ૪૬૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ઈ – ૧ માં બે અને એન-આઈ(નીડ
ઈમ્પ્રુવમેન્) માં ૪૩૫૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો. જેથી ૧૧૬૮૭ માંથી ૭૩૮૦
વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે ૪૩૫૫ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
વલસાડ જિલ્લામાં ૧૩ કેન્દ્રો ઉપર પરીક્ષામાં વલસાડ જિલ્લામાં કુલ ૧૧૭૩૫
વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૧૧૬૮૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ૧૩
કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ફણસવાડા કેન્દ્રનું આવ્યું છે. આ કેન્દ્ર ઉપર ૧૭૨ વિદ્યાર્થીઓ
નોંધાયા હતા જે તમામ ૧૭૨એ પરીક્ષા આપી હતી અને ૧૩૧ વિદ્યાર્થીઓ પાસ થતા
ફણસવાડા કેન્દ્રનું પરિણામ ૭૬.૧૬ ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ કરવડ
કેન્દ્રનું ૩૯.૬૮ ટકા આવ્યું છે. કરવડ કેમાં ૭૯૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી ૬૮૩એ
પરીક્ષા આપતા માત્ર ૨૭૧ વિદ્યાર્થી પાસ થયા હતા.
જિલ્લાના કેન્દ્રોની વિગતવાર માહિતી જોઈએ તો, વલસાડ કેન્દ્રનું ૭૫.૩૮ ટકા, વાપી
૬૬.૯૫ ટકા, ધરમપુર ૫૭.૧૩ ટકા, પારડી ૬૨.૧૧ ટકા, અટાર ૭૧.૪૫ ટકા, ઊંટડી ૬૩.૫૨
ટકા, સરીગામ ૫૫.૦૪ ટકા, નારગોલ ૬૭.૭૬ ટકા, રોણવેલ ૫૦.૧૫ ટકા, નાનાપોંઢા ૭૧.૩૩
ટકા અને કપરાડા કેન્દ્રનું ૭૨.૬૬ ટકા પરિણામ નોંધાયું છે.
-૦૦૦-
કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
પારડી, વલસાડ અને ઉમરગામમાં વ્યાજબી ભાવની નવી દુકાનો માટે ૨૪ અરજીઓમાંથી
૬ મંજૂર કરાઈ
–ઉમરગામમાં પાંચ સ્થળોએ બ્રાંચ એફપીએસને મંજૂરી આપવામાં આવી
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧મે
વલસાડ જિલ્લાની પુરવઠા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેના
અધ્યક્ષસ્થાને તા.૩૧-૦૫-૨૩ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં
પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકામાં નવી વ્યાજબી ભાવની દુકાન અને બ્રાંચ
એફપીએસ શરૂ કરવા, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજવસ્તુઓના
વિતરણમાં થયેલા ફેરફાર અંગે, પુરવઠા વિષયક નિયત ધોરણે તપાસણી અને
અધ્યક્ષસ્થાનેથી રજૂ થતા મુદ્દાઓ અંગે જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી.
બેઠકમાં પારડી, વલસાડ અને ઉમરગામ તાલુકાઓમાં નવી વ્યાજબી ભાવની દુકાનો શરૂ
કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં પારડી તાલુકામાં પારડી, મોતીવાડા
અને ઉમરસાડી ખાતે ત્રણ નવી દુકાનો શરૂ કરવા માટે કુલ પાંચ અરજીઓ આવી હતી . આ
તમામ અરજીઓને ઠરાવની જોગવાઈઓ અનુસાર સ્વીકારવાપાત્ર ન હોવાથી નામંજૂર
કરવામાં આવી હતી અને ફરીથી જાહેરનામું બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વલસાડ તાલુકામાં કાંજણહરિ, કોસંબા-2, નાના તાઈવાડ અને વલસાડ અપના બજાર ખાતે
ચાર નવી દુકાનો માટે કુલ ૧૧ અરજીઓ આવી હતી જેમાં પાંચ અરજીઓ મંજૂર કરાઈ
હતી અને ઠરાવની જોગવાઈઓ અનુસાર છ અરજીઓ નામંજૂર કરાઈ હતી. ઉમરગામ
તાલુકામાં નારગોલ અને ખતલવાડામાં બે નવી દુકાનો માટે કુલ આઠ અરજીઓ આવી હતી
જેમાં બે અરજીઓ મંજૂર કરાઈ હતી અને છ અરજીઓ નામંજૂર થઈ હતી. તેમજ
મલાવમાં બ્રાંચ એફપીએસને પણ મંજૂરી આપવામાં આવી હતી.
તેમજ ઉમરગામ તાલુકામાં ૧૦ ગામોમાં નવી દુકાનોની ફાળવણી માટે ઠરાવો મુજબ દહેરી,
સોળસુંબા, સંજાણ, ડહેલી, સરીગામ, મોહનગામ, ધોડીપાડા, તુંબ-ધીમસા ગૃપ, વંકાસ,
બીલીયા અને નંદીગ્રામ-તલવાડા ખાતે નાવી દુકાનો માટે ચર્ચાઓ કરવામાં આવી હતી જે
મુજબ દહેરી, સોળસુંબા, સરીગામમાં નવી દુકાનોની ફાળવણી માટે મંજૂરી આપવામાં આવી
હતી. તેમજ જે ગામોમાં વસ્તીને ધ્યાને રાખી પહેલેથી જ દુકાનો આવેલી છે પરંતુ દુકાનો
વચ્ચે વધુ અંતર ધ્યાને લઈ જરૂર જણાતાં ચાર જગ્યાએ બ્રાંચ એફપીએસને મંજૂરી
આપવામાં આવી હતી. મોહનગામ, ધોડીપાડા, બીલીયા અને સંજાણ ખાતે નવી દુકાનો અને
બ્રાંચ ફાળવણી માટે ફેરવિચારણા હેઠળ રાખવામાં આવ્યા છે.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ ધારાસભ્યશ્રી
રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટરશ્રી
એ. આર. જહા, પુરવઠા અધિકારી કાજલ ગામીત અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
-000-
કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૩૧મે
વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ સંદર્ભે તા.૩૧-૦૫-૨૩ના રોજ કલેક્ટરશ્રી
ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલા પ્રવાસન સમિતિની બેઠક યોજાશે.
જેમાં પ્રવાસન સ્થળોના વિકાસ અંતર્ગત તિથલ દરિયા કિનારના, પારનેરા ડુંગર, વિલ્સન
હિલ પ્રોજેક્ટ સંચાલન/નિભાવણી અને જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોના વિકાસ માટે
આવેલે રજૂઆતો અંતર્ગત કામોના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં તિથલ દરિયા કિનારે ફ્લોરિંગના કામો બાબતે માર્ગ મકાન (સ્ટેટ)ના કર્યપાલક
ઈજનેર સાથે, પારનેરા ડુંગરના વિકાસના કામો બાબતે ટેરિંગની પ્રક્રિયા શરૂ કરવા બાબતે
નાયબ વન સંરક્ષક ઉતર સાથે ચર્ચાઓ કરાઈ હતી. તેમજ વિલસન હિલ ખાતે બચત
ગ્રામાંથી વધુ વિકાસના કાર્યો કરવા બાબતે સૂચનો આપવામાં આવ્યા હતા અને
જિલ્લામાં ફોટોગ્રાફી સ્પર્ધાના આયોજન સંદર્ભે પણ ચર્ચાઓ કરાઈ હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, ઉમરગામ ધારાસભ્યશ્રી
રમણલાલ પાટકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નિવાસી અધિક કલેક્ટરશ્રી
એ. આર. જહા, ઉત્તર વન વિભાગના વન સંરક્ષક નિશા રાજ અને સંબંધિત અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877