ભારતમાં રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણીનો ઇતિહાસ
રાષ્ટ્રીય ડોકટર દિવસ જુદા જુદા દેશોમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે, તેથી આ દિવસની ઉજવણીનો ઇતિહાસ દરેક દેશનો અલગ અલગ હોય છે. ચાલો અહીં આપણે ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસનો બંધિત ઇતિહાસ જાણીએ.
ભારતમાં ડોકટર્સ ડેની ઉજવણીની શરૂઆત સને.૧૯૯૧થી થઇ હતી. પક્ષિમ બંગાળના મુખ્યમંત્રીશ્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં દર વર્ષ ૧૯૯૧થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ડોકટર દિવસ ઉજવણી કરવામાં આવે છે.. તેમનો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ બિહારના પટણા શહેરમાં થયો હતો અને 80 વર્ષ પછી ૧ જુલાઇ ૧૯૬૨ના રોજ આ જ દિવસે મૃત્યુ પામ્યા હતા.
તેમણે કલકત્તાથી મેડિકલ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને 1911 માં લંડનમાં એમઆરસીપી અને એફઆરસીપીની ડિગ્રી મેળવી અને ભારત પાછા આવ્યા પછી તે જ વર્ષે ભારતમાં ડોકટર તરીકેની તબીબી કારકીર્દિની શરૂઆત કરી. તેઓ દેશના એક પ્રખ્યાત ડોકટર અને પ્રખ્યાત શિક્ષણવિદ્ તેમજ સ્વાતંત્ર્ય સેનાની હતા, તેમણે મહાત્મા ગાંધી દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનોમાં ભાગ લીધો હતો, અને અનશનમાં પણ તેમની સંભાળ રાખી હતી. આઝાદી પછી, તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના નેતા બન્યા અને પછીથી તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે ચુંટાઇ આવ્યા. સને. 1961 માં તેમને ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમના મૃત્યુ પછી, 1976 માં તેમની યાદમાં, ડો બી સી રોય નેશનલ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ડોકટર દિવસ સુવિચાર
જીવનને પ્રેમ કરવાનું ફક્ત ડોકટર જ શીખવે છે.
મંદિર પછી ફક્ત એક હોસ્પિટલ છે, જ્યાંથી આ૫ણને નવી આશા મળે છે.
એક સારો ડોકટર દવા ઓછી અને કાળજી લેવાની સલાહ વઘારે આપે છે.
રોગનું નિદાન એ અંત નથી પરંતુ અભ્યાસની શરૂઆત છે.
એ વ્યક્તિ ડોકટર ન હોઇ શકે, જે પોતે બીમાર છે.
તમારા ડોકટર સાથે ક્યારેય જુઠ ન બોલો, તમારી બીમારીથી સંબંધિત કંઈપણ તમારા ડોકટરથી છુપાવો નહીં.
સંસારમાં ડોકટર જ છે કે જેને મનુષ્ય આસા ભરી નજરોથી જુએ છે. જાણે કે તે કોઈ ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે.
જ્યાં પણ દવાની કળાને પ્રેમ કરવામાં આવે છે, ત્યાં માનવતાને પણ પ્રેમ કરવામાં આવે છે.
દવાઓની કળામાં દર્દીનું મનોરંજન કરવામાં આવે છે જ્યારે પ્રકૃતિ રોગને મટાડે છે.
ડોકટર અપારદર્શક અને તેના દર્દીઓ માટે અરીસા જેવો હોવો જોઈએ.
એક સાચા ડોકટરનાં ગુણ અસ્પષ્ટ હોય છે.
અડધાથી વધુ રોગો ડોક્ટરના સ્પર્શ માત્રથી દુર થઇ જાય છે.
ડોક્ટરનું એક સ્મિત દર્દી માટે દવા કરતાં વધારે અસરકારક હોય છે.
જેવી રીતે Wealth માટે બેંક છે, તો Health માટે Doctor છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877