Explore

Search

July 20, 2025 12:12 pm

लेटेस्ट न्यूज़
Advertisements

ઓડિશા ના પુરી શહેર મા આવેલા જગન્નાથ મંદિર ના ચમત્કારો તથા રહસ્યો : Urvashi Shah

ઓડિશા ના પુરી શહેર મા આવેલા જગન્નાથ મંદિર ના ચમત્કારો તથા રહસ્યો : Urvashi Shah

ઓડિશા ના પુરી શહેર મા આવેલા જગન્નાથ મંદિર ના ચમત્કારો તથા રહસ્યો
હિન્દૂ ધર્મ ના મુખ્ય ચાર ધામ :- બદરીનાથ , જગન્નાથ , રામેશ્વર અને દ્વારકા
તેમાથી જગન્નાથ વિશે પુરી જાણવા જેવી બાબતો
1) આ મંદિર ઉપર જે ધજા છે તે હંમેશા જે બાજુ પવન હોય તે દિશા મા નહીં પણ તેની વિપરીત દિશા ફરકતી રહે છે આવુ શુ કામ થાય તે કોઈ ને ખબર નથી.
2) જગન્નાથ મંદિર ની ધજા રોજ બદલવામા આવે છે જો બદલવામા ન આવે તો આવતા 18 વર્ષ મંદિર બંધ થઈ જશે તેવી માન્યતા છે.
3) જગન્નાથ મંદિર ઉપર આજ સુધી ક્યારે પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપર પસાર થયુ નથી. આ પણ એક રહસ્ય કે ચમત્કાર છે.
4) જગન્નાથ મંદિર દરિયા કિનારે આવેલું છે તો દરિયા ના મોજા નો અવાજ આવતો હોય છે પણ તમે જેવા મંદિર ના પ્રવેશ દ્વાર ( સિંહ દ્વાર) મા તમારો એક પગ મુકો એટલે અચાનક કાન માં દરિયા નો અવાજ આવતો બંધ થઈ જાય છે. પાછા ફરતી વખતે જેવો એક પગ મંદિર ના દ્વાર બહાર કાઢો એટલે અચાનક દરિયા નો અવાજ આવવા માડે છે. આજ સુધી આનુ રહસ્ય કોઈ ને ખબર નથી
5) જગન્નાથ મંદિર 214 ફૂટ ઉંચુ છે અને મોટા વિસ્તાર મા ફેલાયેલુ છે પરંતુ આ મંદિર પડછાયો કોઈ દિવસ જમીન ઉપર પડતો નથી . આ ચમત્કાર નુ કારણ આજ સુધી કોઈ કહી શકયું નથી.
6) આ મંદિર નુ ભોજનાલય વિશ્વ ના મોટા ભોજનાલય મા આવે છે અહી 500 રસોઈયા અને 300 તેમના સહાયકો કામ કરે છે . આજ સુધી માં ગમે તેટલા ભક્તો કે લાખો ની સંખ્યા માં લોકો આવી જાય તો પણ ક્યારેય ભોજન ( પ્રસાદ) ઘટ્યો નથી. જેવા મંદિર ના દ્વાર બંધ થવાનો સમય આવે એટલે ભોજન ( પ્રસાદ) આપોઆપ સમાપ્ત થઈ જાય છે એટલે ક્યારે પણ બગાડ થતો નથી. આ પણ એક ચમત્કાર છે.
7) જગન્નાથ મંદિર માં ભોજન ( પ્રસાદ) માટી ના વાસણો અને ચૂલા ઉપર બનાવવામાં આવે છે. ચૂલા ઉપર એક ની ઉપર એક એમ કુલ 7 વાસણો ભોજન પાકવા માટે રાખવામા આવે છે. પણ સૌથી ઉપર 7 નંબર ના વાસણ મા રાખવામા આવેલ ભોજન પેહલા પાકે છે ત્યારબાદ 6 પછી 5 એમ ક્રમ સહ 4, 3, 2 અને છેલ્લે 1 નું ભોજન પાકે છે ખરેખર તો 1 નંબર ના વાસણ નૂ ભોજન પેહલા પાકવુ જોઈએ પછી 2 અને પછી 3 અને 4 , 5,6 અને છેલ્લે 7 હોય કારણ કે 1 નંબર ના વાસણ ને અગ્નિ નો તાપ સૌથી વધારે લાગે છે .પણ આવું થતુ નથી 7 નુ વાસણ પેહલા પાકે છે. આ પણ મોટો ચમત્કાર છે આવુ શુ કામ થાય છે એ કોઈ કહી શકતુ નથી.
8) શ્રી કૃષ્ણ ભગવાન નું મુત્યુ થયું ત્યારે તેમનુ શરીર પંચતત્વો મા વિલીન થઈ ગયુ પણ તેમનુ હૃદય ધબકતું રહ્યુ એ ત્યાંની લાકડા ની મૂર્તિ મા છે મંદિર માં શ્રી કૃષ્ણ, તેમના મોટા ભાઈ બલભદ્ર (બલરામ કે બલદેવ) અને તેમની બહેન શુભદ્રા ની લાકડા ની મૂર્તિ છે. કોઈ મંદિર માં ભગવાન લાકડા ની મૂર્તિ ના હોય પણ અહીંયા છે. દર 12 વરસે મૂર્તિ બદલી દેવામા આવે છે. જ્યારે મૂર્તિ બદલવાની હોય ત્યારે મંદિર અને આખા પુરી શહેર મા અંધારપટ કરી દેવામાં આવે છે. મંદિર ની ચારે બાજુ CRPF ગોઠવી દેવામાં આવે છે કોઈ ને પણ મંદિર ની અંદર જવા દેવામાં નથી આવતા ફક્ત જે પુજારી એ મૂર્તિ બદલવાની છે તેમને જ મંદિર માં પ્રવેશ આપવામાં આવે છે. પુજારી નો આંખો ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને હાથ મા પણ હાથમોજાં પહેરવામાં આવે છે. જો કોઈ મૂર્તિ બદલતી વખતે બ્રહ્મ પદાર્થ ( શ્રી કૃષ્ણ ભગવાન નુ હૃદય ) જો જાય તો તેના શરીર માં વિસ્ફોટ થાય અને તેના શરીર ના ટુકડે ટુકડા થઈ જાય. જે જે પુજારી એ મૂર્તિ બદલી તેને પૂછવામાં આવ્યુ કે તમને મૂર્તિ બદલતી વખતે શુ મહેસુસ થાય છે તો તેમને એ કીધુ કે જ્યારે જૂની મૂર્તિ માંથી બ્રહ્મ પદાર્થ (શ્રી કૃષ્ણ નુ હૃદય) કાઢી ને નવી મૂર્તિ ચડાવી એ છીએ ત્યારે હાથ માં સસલા જેવુ કોઈ ઉછળતું એવુ લાગે છે બીજી કાઈ ખબર પડતી નથી. આજ સુધી બ્રહ્મ પદાર્થ નુ રહસ્ય અકબંધ છે.
7) આ મંદિર ની અંદર 1984 મા ભારત ની ત્યાર ની પ્રધાનમંત્રી ને પ્રવેશ આપવામાં દેવામાં ન હતો આવ્યો કારણ કે આ મંદિર ની બહાર બોર્ડ લાગેલું છે કે હિન્દૂ સનાતન ધર્મ કે હિન્દૂ , શીખ , બૌદ્ધ અને જૈન સીવાય કોઈ ને પણ પ્રવેશ આપવામાં નહીં આવે. ઇન્દિરા ગાંધી એ ફિરોઝ જહાંગીર ગાંધી સાથે લગ્ન કર્યા હોવાથી તે પારસી થઈ ગઈ એટલે પ્રવેશ આપવામાં ન હતો આવ્યો. ત્યારબાદ કોઈ દિવસ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી વાડ્રા એ મંદિર માં પ્રવેશ કરવાની હિંમત પણ કરી નથી. 2005 માં થાઇલેન્ડ ની મહારાણી જે બૌદ્ધ ધર્મ પાળતી હતી પણ વિદેશી હોવાથી તેને પ્રવેશ આપવામાં ન હતો આવ્યો. 2006 માં સ્વિઝરલેન્ડ ના એક નાગરિક એ જગન્નાથ મંદિર માં 1 કરોડ 78 લાખ નુ દાન આપ્યુ હતુ પણ તે ઇશાય હતો એટલે તેને પણ પ્રવેશ આપવામાં ન હતો આપ્યો. જગન્નાથ મંદિર માં પ્રવેશ માટે સત્તા , તાકાત કે ધન સંપત્તિ કે ગમે તે હોય કોઇ નુ કાઈ હાલતું જ નથી.
જય જગન્નાથ 🛕🛕
જય શ્રીકૃષ્ણ 🙏🙏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements