💐 💐 આજની વિચારધારા 💐 💐
▪️ગઈકાલ ની ‘વિચારધારા ‘ના તમામ સવાલોના બે કારણો છે:
(૧) ધાર્મિક અંધશ્રદ્ધા અને (૨) રાજકીય અંધ શ્રદ્ધા.
મિત્રો,આપણામાં અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે. જયોતિષીની દિકરી ભાગી જાય ત્યારે તે પોલિસની મદદ માંગે છે અને આપણે જ્યોતિષી કે ભૂવા પાસે જઈએ છીએ.
આપણી કેટલીક માન્યતાઓ/અંધશ્રદ્ધાઓ વિચિત્ર છે: ડુંગળી લસણ ન ખવાય,બીજાના ઘરનું પાણી ન પીવાય,માનતા માનવાથી કે વ્રત કરવાથી માતાજી રાજી થાય,કથા કરવાથી પાપ નાશ પામે/પિતૃના આત્માને મોક્ષ મળે…વિગેરે વિગેરે આવી માન્યતાઓને કારણે આપણી સમસ્યાઓ દૂર થવાને બદલે વધે છે. અંધશ્રદ્ધા પ્રદૂષણ ફેલાવે છે. અંધશ્રદ્ધા દ્રષ્ટિહીન બનાવે છે. શિક્ષણ કરતાં કુંભમેળા મહત્વના લાગે છે. ઘરમાં કથા કરશે પણ એક સારુ પુસ્તક નહીં લાવે…ટૂંકમાં,મિડીયા/ચેનલો અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવે છે…કહેવાતા ધર્મગુરુઓ અને સ્વામિઓ અંધશ્રદ્ધાના પિતા છે,અંધશ્રદ્ધા ઉપયોગી વસ્તુઓ ને બિન ઉપયોગી બનાવે છે. અંધશ્રદ્ધા માણસને ઘેટાં બનાવે છે. ગુરુઓ પોતાનો વાડો મોટો કરે છે,ધર્મગુરુઓ માણસને ઘેટાં બનાવે છે અને શોષણ કરે છે. આપણે અતિ ધાર્મિક છીએ પણ નૈતિક બિલકુલ નથી. સરકારી દફતરો/કચેરીઓમાં માતાજીના ફોટા ભલે ટિંગાડેલા હોય પણ તેની સામે જ ધર્મનું-ફરજનું આચરણ લગીરેય થતું નથી…રૂપિયા રૂપિયા બોલવાથી ધનિક થવાતું નથી…’રામ રામ ‘બોલવાથી મોક્ષ ન મળે..!! પરિશ્રમ કરો,મહેનત કરો..સાકર સાકર બોલ્યે કંઈ મોઢાં ગળયા ન થાય……
મોક્ષ કહો સ્વર્ગ કહો કે ગૌલોક કહો તે કયાંય આકાશમાં નથી..આ જગતમાં જ છે..!! સ્વર્ગ ધરતી પર જ છે..!!/પરલોકની ચિંતા કરવાને બદલે,આ લોકની ચિંતા કરો…
- રાજકીય અંધશ્રદ્ધા તો આનાથીયે વધુ ખતરનાક છે…દેશપ્રેમની/મંદિરની વાતો કરે એટલે જેલમાં ગયેલો નેતા પવિત્ર થઈ જાય છે. તમારી ધાર્મિક લાગણીઓને કોઈ પંપાળે તો શું મત આપી દેવાનો? શિક્ષણ,સુરક્ષા કે આરોગ્યસેવા તે સરકારનું મૂળભૂત કામ હોવાં છતાં શા માટે તમારા બાળક માટે આટલી મોંઘીદાટ ફી ભરો છો?…જો શિક્ષણ,સુરક્ષા કે આરોગ્યસેવા અપાવી ન શકતા હોય એવા કોર્પોરેટર કે ધારાસભ્યોને સોસાયટીમાં ઘૂસવા કેમ દો છો?. એવા નેતાઓને હારતોરા કેમ કરો છો? એવા નેતાઓને સામાજિક ફંકશનોમાં સ્ટેજ ઉપર કેમ બેસાડો છો? શિક્ષણમંત્રી ભૂવાઓનું સન્માન કરે ત્યારે તાળીઓ કેમ પાડો છો?. જુઠઠુ બોલનારા અને ભડકાઉ ભાષણો આપનારાઓને દેશભક્ત શા માટે કહો છો? ધાર્મિક અંધશ્રદ્ધા ને રાજકીય અંધશ્રદ્ધા નો ઉપાય શું???…”શિક્ષણ “.
હનુમાનજીના મંદિરે તેલનો આખો ડબો ચડાવી દઈએ તો પણ પરીક્ષામાં પાસ ન થવાય..!! પાસ થાઉં હોય તો તેના માટે વાંચવું પડે,મહેનત કરવી પડે…જ્ઞાન આંખો ખોલી નાખે છે. વિધા જ મુક્તિ અપાવી શકે; અંધશ્રદ્ધા બાંધી રાખે છે; પ્રગતિ અટકાવે છે. ધાર્મિક શિક્ષણ નહીં; માનવવાદી શિક્ષણ મેળવો જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય..!! ગાયને પવિત્ર માનો પણ માણસને અપવિત્ર ન માનો. જૂના કપડાં પહેરો પણ નવું પુસ્તક ખરીદો. એક પુસ્તક,એક પેન,એક બાળક,એક શિક્ષક દુનિયા બદલી શકે છે…કર્મકાંડ પાછળ નહીં…😌😌😌
બાળકો પાછળ ખર્ચ કરો એ સૌથી વધુ રીટર્ન આપશે..!!. ચમત્કાર કોઈ ઈશ્વર/માતાજી/ધર્મગુરુઓ કરી શકે નહીં; માત્ર શિક્ષણ જ ચમત્કાર કરી શકે..!!.શિક્ષણ વિના ઉદધાર નથી..!!
💐🙏💐જય સ્વામિનારાયણ 💐🙏💐
–
-ડૉ.પ્રવિણ બી. પટેલ
સુરત


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877