ધાર્મિક શિવ કથા : ભાગ 214 : શ્રાવણ સુદ બીજ – કાશીની સ્થાપના અને કાલ ભૈરવની કથા
🕉️ *** 🕉️
➡️ ખાસ નોંધ : આખા શ્રાવણ માસ દરમિયાન શિવ કથા આવશે, જે આ લેખનાં લેખક મનોજ આચાર્યે પોતે સંશોધન કરીને લખેલી છે. જાણવા મળતી માહિતી મુજબ કથાનું ટાઇટલ, લેખકનું નામ કે પછી પોતાના નામે ચડાવી દેવાની હિન પ્રવૃત્તિ કરી રહ્યા છે, જે મહેરબાની કરીને ન કરો. આપ પણ પોતાની રીતે લખોને.. 🙏🏻 આ ભગવાનનું નામ છે અને પવિત્ર શ્રાવણ માસમાં જ પાપ કરવું? શેર જરૂર કરો.
ભાગ 213 માં જોયા મુજબ
બ્રહ્માજીને વિષ્ણુ અને પુરાણોએ સમજાવ્યા કે મહાદેવ જ સૌથી મોટા અને અજર અને અમર છે પરંતુ અભિમાની બની ગયેલા બ્રહ્માજીએ કોઇની વાત સમજી નહિ.. અપીતું અજ્ઞાનવશ બ્રહ્માજીએ શિવને કીધું કે તું મારો પુત્ર છે, મારી શરણમાં આવી જા ત્યારે ક્રોધિત થયેલા મહાદેવે તત્કાલ ભૈરવ પ્રગટ કર્યા અને બ્રહ્માજીનું પાંચમું મુખ છેદન કરવાની આજ્ઞા આપી.. મુખ છેદન થતા કાલ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું એટલે એ ભિક્ષાવૃત્તિ કરવા વારાણસી કાશીમાં ચાલ્યા ગયા પરંતુ ત્યાં પણ બ્રહ્મહત્યા તેનો પીછો કરવા લાગી ત્યારે એ સમયે વિષ્ણુએ આપેલા કાલ ભૈરવના ચીમટો અને કપાલ કાશી ક્ષેત્રમાં પડી ગયા અને ત્યાં સ્થિર થઈ ગયા અને એ તીર્થનું નામ કપાલમોચન પડ્યું. આજે પણ કાશીના આ કપાલમોચન તીર્થમાં જઈને ગંગાસ્નાન તથા દેવઋષિ પિતૃતર્પણ કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યામાંથી મુક્ત થાય છે, જેનું વર્ણન શિવ પુરાણમાં બીજી કથામાં જોવા મળેલ છે.
🌸🙏🏽🌸🙏🏽🌸🙏🏽
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)
હર હર મહાદેવ..
જય મહાકાલ..🙏🏽🌸😊


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877