Explore

Search

July 20, 2025 8:57 pm

लेटेस्ट न्यूज़
Advertisements

લેસ્ટરમા શિવ મહાપુરાણ કથામાં સેન્ટ્રલ લંડનથી પહોંચ્યા ભારતબંઘુ, અંતર્રાષ્ટ્રીય કથાકાર દેવુભાઈ જોશીએ કર્યુ સ્વાગત, ” વિશ્વ કલ્યાણ ઇચ્છે છે સનાતન ધર્મ” : કેશવભાઈ બટાક

લેસ્ટરમા શિવ મહાપુરાણ કથામાં સેન્ટ્રલ લંડનથી પહોંચ્યા ભારતબંઘુ, અંતર્રાષ્ટ્રીય કથાકાર દેવુભાઈ જોશીએ કર્યુ સ્વાગત, ” વિશ્વ કલ્યાણ ઇચ્છે છે સનાતન ધર્મ” : કેશવભાઈ બટાક

London : ૦૬-૦૯-૨૦૨૩

લેસ્ટરમા શિવ મહાપુરાણ કથામાં સેન્ટ્રલ લંડનથી પહોંચ્યા ભારતબંઘુ, અંતર્રાષ્ટ્રીય કથાકાર દેવુભાઈ જોશીએ કર્યુ સ્વાગત, ” વિશ્વ કલ્યાણ ઇચ્છે છે સનાતન ધર્મ” : કેશવભાઈ બટાક

  • કથાકાર દેવુભાઈ જોશી દ્વારા દુનિયા ભરમાં સનાતન ધર્મના યશોગાન પ્રશંસનીય કાર્ય
  • દમણથી ૭૦૦૦ કિમી વધારે દૂર લેસ્ટર, યૂકેમાં શ્રીદમણિયા માછી મહાજન લહેરાવી રહ્યા છે સનાતનની ધર્મધ્વજા : કન્વીનર, એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકે લંડન . ભારતબંઘુ કેશવભાઈ બટાકે શ્રીદમણિયા માછી મહાજનના આમંત્રણે શ્રીદમણિયા માછી મહાજનના હૉલ, લેસ્ટર (યૂકે) મા ચાલતી શ્રીશિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞમા શામેલ થવા સીધા સેન્ટ્રલ લંડનથી પહોંચ્યા હતા. કેશવભાઈ બટાકના સાથે કિશોર મોર્ચા અને ચેરિસ કે.બટાકે પણ સેન્ટ્રલ લંડનથી ‘૧૦૩ ફ્રિસબી રોડ’ ખાતે ‘શ્રીદમણિયા માછી મહાજન હૉલ’ મા ચાલતી શિવ કથાના રસપાન કરવા પધાર્યા હતા. શ્રીશિવ મહાપુરાણ કથાના આયોજક શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર ( યૂકે) ના પ્રેસિડેન્ટ જયંતિભાઈ ભાઠેલા પોતાની ટીમ સાથે એનઆરઆઈ ગ્રુપ, લંડન-યુકેનાં કન્વીનર કેશવભાઈ બટાકનો આત્મીયતાપૂર્વક સ્વાગત કર્યું હતું. ભારતબંઘુ કેશવભાઈ બટાકે ત્યાં કથાના લાભ લેવા આવેલ દમણ-દીવના સ્વજાતીય બંધુઓ-બહેનોનો અભિવાદન કર્યું અને સ્વીકાર્યુ હતું. વ્યાસપીઠથી અંતર્રાષ્ટ્રીય કથાકાર દેવુભાઈ જોશી (ખેરગામવાળા) ના મધુર સ્મિતરૂપી આમંત્રણે વ્યાસપીઠ પાસે પહોંચી કેશવભાઈ બટાકે બ્રહ્મર્ષિ દેવુભાઈ જોશીજીના અભિવાદન કરી સ્વાગત સ્વીકાર્યુ હતું. ભારતબંઘુ કેશવભાઈ બટાકે કથાકાર
    દેવુભાઈ જોશીના સનાતન ધર્મના પ્રચાર-સેવા કાર્યની પ્રશંસા કરી હતી. દેવુભાઈ જોશીએ દેશ-વિદેશમાં ૪૬૦ થી વધારે કથાઓ કરી ચુકયા છે. દેવુભાઈ જોશીથી ભેંટ કરી કેશવભાઈ બટાકે કથા શ્રવણ કરતા શ્રદ્ધાળુઓ સાથે બેસી શિવ કથાનો રસપાન કર્યો હતો. કેશવભાઈ બટાકે શ્રીશિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞના સુંદર આયોજન પર શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર (યૂકે) ની તારીફ કર્યુ હતું . ભારતબંઘુ કેશવભાઈ બટાકે જણાવ્યું હતું કે દમણથી સાત હજાર કિમીથી વધારે દૂર લેસ્ટરમા દર વર્ષે શ્રીશિવ મહાપુરાણ/ શ્રીમદ્ ભાગવત જેવી કથા જ્ઞાનયજ્ઞોના સુંદર આયોજનથી ‘શ્રીદમણિયા માછી મહાજન, લેસ્ટર’ (યૂકે) સાત સમંદર પાર યૂનાઇટેડ કિંગડમમા સનાતનની ધર્મધ્વજા ફહેરાવાની સારી કામગીરી કરી રહ્યા છે. આજે દુનિયાને શાંતિની જરૂર છે. ધાર્મિક કટ્ટરતા અશાંતિ ઉપજે છે. સનાતન ધર્મ સમગ્ર વિશ્વના કલ્યાણ ઇચ્છે છે. સનાતન ધર્મ પાંચ હજાર કરતાં વઘુ વર્ષોથી દુનિયાને જ્ઞાનપૂર્ણ શાંતિના પ્રગતિ માર્ગ દેખાડી રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમા ભારત વિશ્વગુરૂ બનવા પ્રયાણ કરતું છે. એક દિવસ એવું આવશે જ્યારે સમગ્ર વિશ્વ ભારતને અનુસરીને પાછળ ચલશે. ઉલ્લેખનીય છે કે ૪ સપ્ટેમ્બરથી ૮ સપ્ટેમ્બરે સાંઝે ૫-૮ કલાક સુધી શ્રીશિવ મહાપુરાણ કથા જ્ઞાનયજ્ઞ ચાલશે. દર રોજે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી શિવ કથાનો શ્રવણ લાભ લઈ રહ્યા છે. ૮ મીએ પૂર્ણાહુતિના દિવસે બધા માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. માછીપુત્ર કેશવભાઈ બટાકે લેસ્ટર, લંડન-યુકેના બધાજ સનાતનીઓને શ્રીશિવ મહાપુરાણ કથા અને મહાપ્રસાદનો લાભ લેવાનો આહ્વાન કર્યો છે.
    લિ .
    એનઆરઆઈ ગ્રુપ,
    લંડન, યૂકે
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements