SATURDAY, 9′09′2023
દમણમાં અકસ્માતોને રોકવા પોલીસ વાનમાં સ્પીડ ડીટેક્ટર મુકાયા
દમણમાં બેફામ ઝડપે વાહન હંકારતા
100 કરતાં વધુ વાહનચાલકો દંડાયા
દમણ।
દમણના રાજીવ ગાંધી સેતુ, મોટી દમણ રામસેતુ
તથા નાની દમણ નમો પથ ઉપર થતા અત્યાર સુધી
અનેક અકસ્માતો સર્જાયા છે. તેથી સંભવિત
અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા પોલીસ
વાનમાં સ્પીડ ડિટેક્ટર લગાવી દેવાયા છે. હાલમાં
ડિટેકટર દ્વારા રસ્તા પરથી બેફામ ઝડપે દોડતા ૧૦૦
કરતા વધુ વાહનચાલકોને દંડ કરાયો છે. જેમાં સૌથી
વધુ વાહનચાલકો સુરત અને સ્થાનિક હોવાનું જાણવા
મળ્યું છે. સંઘપ્રદેશ દમણમાં અનેક વાહનચાલકો
બેફામ ઝડપે વાહન હંકારી અકસ્માત સર્જતા હોય છે.
તેથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અકસ્માતોને રોકવા
પોલીસ વાનમાં ઇન્ટરસેપટર (સ્પીડ ડીટેક્ટર)
લગાવાયા છે. જે સ્પીડ ડીટેક્ટર ૩૦૦ મીટર દુરથી
આવતા વાહનની સ્પીડ કેટલી છે તે બતાવે છે. અત્યાર
સુધીમાં ૧૦૦થી વધુ વાહના માલિકો દંડાયા છે.
મશીતમાં વાહનની સ્પીડ અને નંબરતી તોધ થાય છે
ફોર વ્હીલર, થ્રી વ્હીલર તથા બાઇકની સ્પીડ ૬૦ કિ. મીટર
કરતા વધુ હોય તો ૧૫૦૦ દંડ ફટકારવામાં આવે છે જ્યારે
ભારે વાહનો એવર સ્પીડમાં હોય તો ૪૦૦૦ દંડ ફટકારવામાં
આવે છે. સ્પીડ ડીટેક્ટર મશીનમાં જો કોઈ વાહનની ઓવર
સ્પીડ હોય તો ઓટોમેટીક તેની સ્પીડની ગતિ અને વાહન
નંબરની નોંધ થઇ જાય છે. સ્થળ ઉપર ઉભેલો ટ્રાફિક જવાન
તુરંત સ્પીડમાં જતા વાહનને રોકી સ્થળ પર જ તેનો મેમો
ભરાવે છે. જો કોઈ ભાગી જાય તો ફોન કરી બોલાવાય છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877