Explore

Search

July 20, 2025 10:37 pm

लेटेस्ट न्यूज़
Advertisements

સમય ની સવારી અને મુસાફરી : Varsha Shah

સમય ની સવારી અને મુસાફરી : Varsha Shah

અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર.. આપણી પથારીથી આપણા વોશરૂમ સુધીનું હોય છે.. ત્યારે ફક્ત આંખો જ નહિ, ચાદર પણ ભીની થાય છે… ઓશિકા, ગાદલાં, કપડાં બધું જ પલળે અને છતાં એક વસ્તુ કોરી કટ્ટ રહી જાય અને એ ‘#આપણો_વટ’…

કેટલાંક વર્ષો પહેલાં ડાયપરમાંથી માંડ નીકળેલા આપણે.. ફરી પાછા ડાયપરમાં પ્રવેશીએ છીએ.. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની. ડાયપરની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી…

એ તબક્કે કબાટમાં પડેલા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે… વોશરૂમમાં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, ચાલીને આપણા સુધી આવી પણ નહિ શકે… મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈને આપણને જોયા કરશે અને આપણને વોશરૂમ સુધી જવાની લક્ઝરી પણ નહિ મળે…

ત્યારે જિંદગી આપણા વશમાં નહિ હોય અને આપણે પોતે પથારીવશ હોઈશું. જીવતરના બોર્ડની પરીક્ષાનું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે.

ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘરના કોઈપણ ખૂણેથી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન (BedPan) લઈને હાજર થઈ જાય.. તો સમજવું કે.. આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું…

જુવાનીના દિવસોમાં જે સંબંધ હાથમાં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો, એ જ સંબંધ જો હાથમાં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંકના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે
“સમૃદ્ધ” છીએ.

  • ડૉ. નિમિત્ત ઓઝા.
    🌹🤝🏽🌹
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements