શ્રી ગુણવંત શાહના
આ ઉત્તમ વિચારો ને સમજો.
⭕️
અમેરિકામાં દર 5 હજારે
એક વૈજ્ઞાનિક અને એક
શિક્ષક છે.
ભારતમાં દર 5 હજારે
એક બાવો અને એક
અભણ નેતા છે.
⭕️
મારો મુંબઇમાં 13મે માળે
ફ્લેટ છે. મેં ખાશ અપશુકનિયાળ
13 નો આગ્રહ રાખેલો.
હજી સુખે થી રહુ છું.
⭕️
મારી દીકરીએ જાણી જોઇને
કમૂરતાંમાં લગ્ન કરેલાં.
⭕️
ચમત્કારમાં મને લગીરે
શ્રદ્ધા નથી પણ હું સમગ્ર
સર્જનને વિરાટ ચમત્કાર માનું છું.
⭕️
થોડા વર્ષો પહેલાં કોઈએ
10 કરોડ રૂપિયાનો મુગટ
તિરૂપતીના વેંકટેશ્વર મંદિર
ને ભેટ આપ્યો.
ત્યારે મેં લખેલું કે,
એ પૈસા આંધ્રપ્રદેશમાં શૌચાલયો
બનાવવા માટે વાપરવા જોઇએ.
⭕️
શ્રદ્ધાળુઓને કહેવાનું છે કે
તમે મંદિર જાઓ ત્યારે
ઇશ્વરને એક સવાલ જરૂર
પૂછજો.
‘પ્રભુ,
તમને કઇ વાતમાં આ દુનિયાનું
કલ્યાણ દેખાય છે?
લોકો દિનરાત તારા ચરણોમાં
મંજીરા વગાડતા રહે તેમાં
કે સખત પુરુષાર્થ કરી
દેશના વિકાસ માટે
પ્રયત્નશીલ રહે તેમાં…?
⭕️
જો હું ભગવાન હોઉં તો.
મર્યા બાદ મારી પાસે આવનારને
એમ નહીં પૂછું કે,
તમે રોજ કેટલી માળા કરતા?
કેટલીવાર મંદિરે જતા?
હું તેમને પૂછીશ,
તમે કેટલા દુઃખીઓના આંસુ
લૂછયા?
કેટલા ડૂબતાને તાર્યા?
કેટલા પીડિતોની વહારે ધાયા?
માનવતાનો પાસપોર્ટ અને
સદ્કર્મોના સર્ટીફિકેટ વિના.
હું સ્વર્ગનો ‘વિઝા’ કોઈ
મોટા સંતને પણ નહીં આપું.
⭕️
આજ પર્યંત એકેય સંત એવો
પેદા નથી થયો જે પોતાના
હજારો અનુયાયીઓ સમક્ષ
એમ કહીને છૂટી પડયો હોય કે
🌹
આ અનંત સૃષ્ટિમાં
હું ય તમારા જેવો
સાધારણ મનુષ્ય છું.
🌹
મારામાં કોઇ દૈવી શક્તિ નથી.
🌹
મારા ચરણસ્પર્શ કરશો નહીં.
🌹
મારી આરતી ઉતારી
મને શરમમાં નાખશો નહીં.
🌹
મારી શોભાયાત્રા કાઢી
મારી વર્ષગાંઠ ઉજવશો નહીં.
🌹
મારો ફોટો તમારા ઘરના
મંદિરમાં મૂકી ભગવાનનું
અપમાન કરશો નહીં!
⭕️
અમુક કહેવાતા સંતો
જ્યારે લોકોના ખભેથી ફેંકાઇને
સીધા જેલની કોટડીમાં જઈ
પડયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો
કે આપણે ભગવાનના ખભે
બંદૂક મૂકી ઈન્સાનો ને નિશાન
બનાવી મૂરખ બનાવી
ખોટું કરતાં હતા.
⭕️
ભારતમાં સૌથી મોટો
બિઝનેસ છે. ધર્મ,
બીજો રાજનીતિ અને
ત્રીજો છે દલાલી.
મહત્વની વાત એ છે કે
આ ત્રણેય બિઝનેસ સફેદ
કપડાં માં ચાલતા
ટેક્સ-ફ્રી પણ છે.
ગુણવંત શાહ ✍🏼


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877