WTM લંડનમાં દુનિયા ભરનાં સૈલાનિયોને દમણનાં પર્યટન ખજાનો વિશે બતાવી ભારતીયતા બુલંદ કરતા કેશવ બટાક
એનઆરઆઈ ગ્રુપ લંડન-યૂકેનાં ફાઉન્ડર કન્વીનર દમણવતની કેશવ બટાકે દુનિયાનાં સૌથી મોટા અને પ્રખ્યાત ટ્રાવેલ એક્ઝિબિશન ગણાંતા ‘ વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ (ડબલ્યૂટીએમ) લંડન ‘માં દમણ-દીવ સાથે ભારતીય પર્યટનને નૈતિક રૂપે પ્રચારિત કરી રહ્યા છે. 6નવેમ્બરે સઊદી અરબનાં ટુરિઝમ મંત્રી એચ. ઈ. અહમદ અલ ખતીબ અને આરએક્સ ગ્લોબલનાં સીઈઓ હ્યુગ જોંસનાં સંયુક્ત હસ્તે ‘ ડબલ્યૂટીએમ લંડન 2023નું ઉદઘાટન કરાયું હતું. 6થી 8 નવેમ્બર સુધી ચાલનાર ‘ ડબલ્યૂટીએમ લંડન 2023 ‘ નાં ઇંડિયન ટુરિઝમ સ્ટૉલનું ઇનોગ્રેશન બ્રિટેનમાં ઇંડિયન હાઈ કમિશનર વિક્રમ કે. દુરૈઈ સ્વામી કર્યુ હતું. હાઈ કમિશનર વિક્રમ કે. દુરૈઈ સ્વામી સાથે ભારતીય પ્રતિનિધિઓ, ચાહકો, ટૂર- ટ્રાવેલ્સ ઑપરેટરો, એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેનાં કન્વીનર કેશવ બટાક પણ ઉપસ્થિત રહ્યા હતાં. દમણપુત્ર કેશવ બટાક લંડન નિવાસ દરમિયાન દર વર્ષે ‘ વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ’ લંડનમાં મૌજૂદ રહી ભારત અને દમણ-દીવ-દાનહનાં પર્યટન વિશે જાણવા ઇચ્છુક લોકોને જરૂરી માહિતી આપતા આવ્યા છે. આ વર્ષ પણ કેશવ બટાકે દમણ-દીવ-દાનહનાં સ્ટૉલ પાસે મૌજૂદ રહી સૈલાનિયોને પોતાના પ્રદેશનાં પર્યટન સ્થળો વિશે જાણકારી આપતાં જોવા મળ્યો હતો. આ બાબતે પૂછતાં કેશવ બટાકે મુસ્કુરાહટ સાથે કહે છે કે ” મેં પોતાના માતૃભૂમિ દમણ વિશે લોકોને બતાવું છું જ્યાં કુતરતે દિલ ખોલીને સૌન્દર્યનું ખજાનો આપ્યો છે.પુર્તગીજ ફોર્ટ સાથે નવા જમાનામાં બનાવેલ સુરમ્ય રામસેતુ વિશે બતાઊં છૂં, જ્યાં ફરીને લોકો મરીન ડ્રાઇવને ભૂલી જાય છે. જેટી ગાર્ડન, જૉગિંગ પૉર્ક, જમ્પોર-દેવકા બીચનાં વિશે બતાઊં છૂં જ્યાં ફરીને રૂહને સ્વર્ગિક એહસાસ થાય છે. ” આપનાં વતન અને ગામનાં વિશે બતાવતાં કેટલું આત્મીય આનંદ મળે છે એ બયાન કરવું મુશ્કેલ છે.”
ઉલ્લેખનીય છે કે કેશવ બટાકે વર્ષ 2019 માં અહીં યોજાયેલ એક્ઝિબિશનમાં દાદરા નગર હવેલી અને દમણ – દીવના પર્યટનને પરિદ્રશ્ય કરનારી કોફી ટેબલ બૂકને ઇન્ડિયન હાઈ કમિશનર રૂચિ ઘનશ્યામ, ઉત્તરાખંડના પર્યટન મંત્રી સતપાલ મહારાજ, ગુજરાતના પર્યટન મંત્રી જવાહર ચાવડા સહિત અનેક મહાનુભાવોના હસ્તે સોંપીને સંઘપ્રદેશની ઐતિહાસિક ધરોહરનો પ્રચાર , પ્રસાર કર્યો હતો.કેશવ બટાકે ભારતના પર્યટન ક્ષેત્રનો વિકાસ થાય અને દેશને એક નવી ઓળખ મળે તેવી આશા વ્યક્ત કરી છે.









Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877