Explore

Search

July 20, 2025 10:38 pm

लेटेस्ट न्यूज़
Advertisements

સિનિયર સીટીઝન-સલામતી ના નિયમો : Varsha Shah

સિનિયર સીટીઝન-સલામતી ના નિયમો : Varsha Shah

સિનિયર સીટીઝન માટે ના સલામતી ના નિયમો .
૧ સ્નાન કરવા બાથરૂમ માં જાવ ત્યારે અંદર થી સ્ટોપર બંધ ન કરો .હંમેશા સ્ટૂલ કે ખુરસી માં બેસી ને સ્નાન કરો.ફુવારા નીચે સ્નાન કરતા હો તો પણ સ્ટૂલ કે ખુરસી નો ઉપયોગ કરો.
૨ વેસ્ટર્ન ટોયલેટ માં પણ કમોડ ની પાસે પકડવા માટેનું હેન્ડલ લગાવડાવો ,અને કમોડ પર બેસતાં કે ઉઠતા તેનો સહારો લો.
૩  પેન્ટ લેંઘા કે નીકર ઉભા રહી ન પહેરો . ખુરસી,સોફા કેપલંગ પર બેસી ને પહેરો.{જે થી પડી જવાની શક્યતા ન રહે.}
૪  જ્યારે પથારી માંથી બેઠા થાવ તો પડખે ફરી ને ઉઠો ,અને ૩૦ સેકન્ડ એ સ્થિતિ માં રહી ઉભા થાવ અને ચાલતાં પહેલા ફરી પથારી પાસે ૩૦ સેકંડ થોભો.રાત્રે કુદરતી હાજત માટે ઉઠતી વખતે આ બાબત નું વિશેષ ધ્યાન રાખો.
૫  ભીની સપાટી [જમીન}પર ન ચાલો .
૬  પંખા  કે ફોટા સાફ કરવા /રિપેર કરવા ,કપડાં સુકાવવા વગેરે જેવા કર્યો માટે સ્ટૂલ,ખુરસી ,બેન્ચ ,વગેરે પર ન ચડો .
{વ્રદ્ધાવસ્થા માં પડવું આખડવું ખુબ ગંભીર નીવડે છે .થયેલ ફેક્ચર જલ્દી સંધાતા નથી,અને ખાટલો પકડવાનો વારો આવે છે .એક વખત પથારી પકડ્યા પછી ,અન્ય તકલીફો પણ ઉભી થાય છે ,અને આપણે પોતાના અને પરિવાર પર બોજારૂપ બની જઇયે છીએ .પથારી પકડેલ ઉમર લાયક વ્યક્તિઓ મોટાભાગે એકાદ વરસ માં મરણ પામ્યા ના અનેક દાખલ આપે જોયા હશે .માટે આ ઉંમરે પડવા આખડવા થી ખાસ સાંભળવું.
૭ કોઈ પણ વાહન એકલા ચલાવવાનું ટાળો ,કોઈ ને સાથે રાખો.
૮   તમારા રોજના કાર્યક્રમ મુજબ અથવા ડોક્ટર ના કહ્યા મુજબ ની દવાઓ નિયમિત અને સમયસર લો .
૯  તમને આનંદિતરાખતી કે ખુશી આપતી બાબતો અંગે અન્યો સાથે સમાધાન ન કરો .{પોતાને ગમતી ને આનંદ આપતી પ્રવૃત્તિ અવશ્ય કરો.}
૧૦  બેંક,મંદિર ,માર્કેટ કે શોપિંગ માં જતાં આપના જીવન સાથી ને સાથે રાખો .
૧૧  જ્યારે તમે એકલા ઘરમાં હો ત્યારે :-
   1 અજાણી વ્યક્તિઓ ને ઘરમાં દાખલ ન કરો અને હંમેશા સાવધ રહો .
   2  ઈસ્ત્રી  કરવી /તળવું  વગેરે જોખમી કામ ન કરો.
૧૨ મુખ્ય દરવાજા ની હંમેશ બે ચાવી રાખો ,એક આપ ની પાસે ને બીજી આપના જીવન સાથી પાસે રાખો .
૧૩ ઇમર્જન્સી માટે બેડરૂમ માં કોલ-બેલ રાખો .
૧૪ બધાની   સાથે વિનમ્ર  અને મિતભાષી રહો .
૧૫  ભૂતકાળ કે ભવિષ્ય વિશે  ન વિચારતા રહો ,આપ માટે વર્તમાન જ સત્ય અને મહત્વ નો છે .
૧૬ ઉમર ના આ પડાવે ,તંદુરસ્તી ની જાળવણી , માનસિક શાંતિ ,આનંદ ,સંબંધો ની જાળવણી  ખુબ મહત્વ ના છે.
સદા આનંદ માં રહો એ શુભ કામના .

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements