સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ સલવાવ ખાતે યોજાયેલી કરાટે પરીક્ષા, વિવિધ બેલ્ટ અને સર્ટિફિકેટ નું થયું વિતરણ.
છેલ્લા 40 વર્ષ થી શિક્ષણ ની જ્યોત જલાવનાર સલવાવની સ્વામિનારાયણ સ્કૂલ માં તાજેતરમાં લેવાયેલી કરાટેની પરીક્ષામાં આશરે 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્ય પરીક્ષક હાર્દિક જોષીના માર્ગદર્શન હેઠળ લેવાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને તેમની કુશળતા પ્રમાણે વિવિધ બેલ્ટ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
બેલ્ટ અને સર્ટિફિકેટ વિતરણ સમારંભ માં સક્રિયપણે ભાગ લેનારા વિદ્યાર્થીઓના માતા-પિતાની હાજરી દ્વારા આ સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કપિલ સ્વામીજીએ કરાટેની કળા પ્રત્યેની તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતાને સ્વીકારીને તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા.
હાર્દિક જોશી એ કરાટે ક્ષેત્રે આપેલા 28 વર્ષ ના ઉમદા યોગદાન ની પણ પ્રસંશા કરી હતી અને વાલી ઓ ને આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થી ના વિકાસ માટે સ્કૂલ પ્રતિબદ્ધ છે.
હાર્દિક જોશી એ આ પ્રસંગે જણાવ્યુ હતું કે વ્યક્તિ અને વ્યક્તિત્વ એમ બન્ને માં ફરક છે, માર્શલ આર્ટ ની ટ્રેનિંગ થી પૂર્ણ વ્યક્તિત્વ નું નિર્માણ થાય છે. ઉલ્લેખનીય છે કે સ્કૂલ માં 1998 થી કરાટે ની ટ્રેનિંગ વિદ્યાર્થી ઓ ને આપવામાં આવી રહી છે, અને વિદ્યાર્થીઓ બ્લેક બેલ્ટ તેમજ વિવિધ સ્પર્ધા માં પણ ભાગ લઈ મેડલો પ્રાપ્ત કરવામાં સિદ્ધિ હાસલ કરી છે. હાર્દિક જોશી એ જણાવ્યું હતું કે આવનાર વર્ષો માં સ્કૂલ ના વિદ્યાર્થી ઓ કરાટે માં ઘણી મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. ભૂતકાળમાં આજ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ કરાટેમાં સમગ્ર ભારતમાં સૌથી નાની વયે બ્લેક પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી હતી.
આ પ્રસંગે હાર્દિક જોશી દ્વારા શ્રી કપિલ સ્વામી નું સન્માન કરવામાં આવ્યું હતું અને આવેલા વાલી ઓ ની સકારાત્મકતા ની પ્રસંશા કરી હતી.
