” જગત જનની જગદંબા જગત ની અધિષ્ઠાત્રી છે” :- પ્રફુલભાઇ શુક્લ
પ્રમુખ દર્શન સોસાયટી વશીયર વલસાડ ખાતે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 861 મી દેવીભાગવત કથા મા આજે શુંભ-નીશુંભ વધ ની કથા સાથે વિરામ આપવામાં આવ્યો હતો. નવમા દિવસ નો નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.મોટી સંખ્યા મા ભાવિક ભક્તો નવચંડી યજ્ઞ મા જોડાયા હતા.આચાર્ય ભાવેશભાઈ જોષી અને મુકેશભાઈ જાની દ્વારા માતાજી ના કુંજીકા સ્તોત્ર નો પાઠ કરવામાં આવ્યો હતો.પ્રવીણભાઈ હરિ ભાઈ પટેલ અને એમના પરિવાર દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન કરવામાં આવ્યું હતુ.પાચ વર્ષ ના બાળક રિયાંશ ઠાકુર દ્વારા શંખનાદ કરવામાં આવ્યો હતો.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે ” જગત જનની જગદંબા જગત ની અધિષ્ઠાત્રી છે”. કથા ને સફળ બનાવનાર ભાવિકો નુ કથાકાર પ્રફુલભાઇ શુક્લ દ્વારા વ્યાસપીઠ પરથી સન્માન કરવામાં આવ્યું હતુ.108 દીવાની મહા આરતી મા વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો ” માઁ મય” બન્યા હતા.નવ દિવસીય દેવિભાગવત કથા અને નવચંડી યજ્ઞ નુ સમસ્ત પુણ્ય માતાજી ના ચરણો મા અર્પણ કરવામાં આવ્યું હતુ.કથા ના સંયોજન લક્ષ્મીબેન બારોટ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. મુખ્ય યજમાન દિનેશકુમાર બદ્રીલાલ ગુપ્તા ના નિવાસે પોથીજી ની પધરામણી કરવામાં આવી હતી.અંત મા મોટી સંખ્યા મા ભાવિક ભક્તો એ મહાપ્રસાદ લીધો હતો.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877