” મેલબર્ન ઓસ્ટ્રેલિયા કથા યાત્રા એ જતા કથાકાર પ્રફુલભાઇ શુક્લ ને પારનેરા પારડી ના ભક્તો એ વિદાય આપી “

મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે જીવન ની 862 મી કથા કરવા જય રહેલા વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ અને રેખાબેન બેન શુક્લ ને આજે પારનેરા પારડી ના ભાવિક ભક્તો એ કથા યાત્રા માટે વિદાય આપી હતી. ભાવિક ભક્તો દ્વારા કથાકાર પ્રફુલભાઇ શુક્લ અને રેખાબેન શુક્લ નુ સાલ ઓઢાડી તેમજ પુષ્પગુચ્છ આપી સન્માન કર્યુ હતુ. તેમજ ઓસ્ટ્રેલિયા ની કથા યાત્રા સુખદ રહે એવી શુભકામનાઓ પાઠવી હતી.ગુજરાત રાધેશ્યામ પરિવાર વલસાડ જિલ્લા પ્રમુખ લક્ષ્મીબેન બારોટ, પ્રવીણભાઈ પટેલ(વશીયર)વિરલભાઈ પટેલ, ક્રોમી પટેલ, યંકિત પટેલ,કમલભાઈ પટેલ,મયુરભાઈ દવે,જ્યોતિબેન પટેલ, સોનલબેન પટેલ, નિમિષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877