Explore

Search

November 22, 2024 6:06 am

लेटेस्ट न्यूज़

ભાજપ કોંગ્રેસ બંનેએ ઉમેદવારો માટે માપદંડ બદલ્યા છે તેમા જોકે ભાજપના માપદંડ અઘરા છે કોંગ્રેસમા ચિંતા જેવુ નથી

દ્વારકા જિલ્લામાં ભાજપ કોંગ્રેસ બંનેમાં ઉમેદવારીના અભરખાઓ ચરમસપાટીએ પ્રથમ વખત બંને મુખ્ય પાર્ટીઓએ માપદંડ રાખ્યા હોય ટીકીટ ન મળે તો શુ કરવુ??દેવભૂમિ દ્વારકા દ્વારકા જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને રાજકારણ ગરમાય ગયુ છે, અને તકલીફ એ થઇ છે કે ચુંટણી લડવાના અભરખા ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતમા એટલા બધા છે કે જો ટિકીટ ન મળે તો શુ કરવુ એ વિષય ઉપર અમુકે તો તૈયારી કરી લીધી છે, હાલ જોકે ભાજપ અને કોંગ્રેસ ધ્વારા ચોકઠા ગોઠવામાં આવી રહેલા છે, અને છેલ્લી ધડીએ પક્ષપલટા થવાની શક્યતા છે એટલા માટે કે આ વખતે ભાજપ કોંગ્રેસ બંનેએ ઉમેદવારો માટે માપદંડ બદલ્યા છે તેમા જોકે ભાજપના માપદંડ અઘરા છે કોંગ્રેસમા ચિંતા જેવુ નથી પરંતુ દ્વારકા જિલ્લામા પણ પંચાયત પરનો કબજો ચુંટણીમા ગત વખતે કોંગ્રેસે મેળવેલો માટે ઉમેદવાર પસંદગીએ રીતે થઇ શકે છે. – પક્ષપલટાની મોસમની શક્યતા જોતા નિષ્ણાંતો માટે જ આગ બુઝાવા અત્યારથી જ….. ખાસ કરીને દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ મુદ્દે નવા નિયમોની જાહેરાત કરાતા કેટલાક ભાજપના દિગ્ગજ અને સક્ષમ ઉમેદવારોના પતા કપાઈ તેવી શક્યતા ઉભી થતા કેટલાક ધુરંધર ઉમેદવારો ભાજપમાંથી કોંગ્રેસમાં પાછલે બારણે મીટીંગોનો ધમધમાટ આદર્યો છે. જ્યારે બીજી બાજુ કેટલાક કોંગ્રેસ ઉમેદવારો ભાજપમાં આવા માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોય તેમ જાણવા મળી રહ્યુ છે. આમ છેલ્લી ઘડીએ ટિકિટના મુદ્દે બન્ને પક્ષેમાંથી કેટલાક ભાવિ ઉમેદવારો છેલ્લી ઘડીએ મોટા પાયે પક્ષ પલ્ટો કરે એવા રાજકીય સુર જોવા મળી રહ્યો છે. જો કે બીજી બાજુ ભાજપના સ્થાનિક મોવડી નેતાઓ જેના પતા કપાવાની શકયતા છે તેની આગ ઓલવામાં કામે લાગી ગયા છે આમ હાલ તો ભાજપના નવા નિયમોથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટે ભર્યું વાતાવરણ સર્જાયું છે તેમ નિષ્ણાંતોએ જણાવી ઉમેર્યુ છે કે માટે જ અમુકજગ્યાએ અત્યારથી આગ ઠરાઇ રહી છે. – દ્વારકા જિલ્લો ભાજપ ટફ બનશે?? જ્યારે ગત ટર્મમાં જિલ્લા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી હતી. ત્યારે આ વખતે પણ કેટલાક નવા સમીકરણો સાથે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા પંચાયત સહિત કબ્જે કરવા માટે ચોગઠા ગોઠવી રહ્યું છે, ત્યારે આ વખતે મુખ્યપક્ષ ભાજપ કોગ્રેસ દ્વારા દ્વારકા જિલ્લા સત્તામાં દબદબો રાખવા માટે એડીચોટીનું જોર લગાવી રહયા છે પરંતુ ભાજપ માટે ટફ રહેશે તેવુ લાગે છે તેમ વિશ્લેષકોનો મત છે પરંતુ એમ પણ ઉમેર્યુ કે હજુય ઉમેદવાર ઉપર તેમજ પ્રચાર ઉપર મદાર છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग