જામનગર કોઇ પણ માણસ તેને જરૂર હોય તેટલુ સસ્તાદરે અનાજ મેળવી શકે તે માટે ફુડ સીક્યોરીટી એક્ટ અમલમા છે, અને કોરોનાકાળમા મફત અનાજ અપાણુ તેવી વાત રાજ્ય સરકારના એક સિનિયર મંત્રીએ એક કાર્યક્રમમા કરી વાહ વાહી કરી અને કોઇ ભુખ્યો ન સુવે તેમજ ગરીબોની પેટની આગ ઠરે તેવી વ્યવસ્થા કરાઇ છે અને કરાઇ હતી….હવે આ મંત્રીએ તપાસ કરાવી કે સો ટકા કોરોના કાળનુ ફ્રી અનાજ ગરીબ પાસે ન પહોંચતા ગરીબોની આંતરડી કકળી અને પેટની અગ ન ઠરી ઘણા ભુખ્યા સુતા હતા…તેમ જાણકારો કહે છે તો પછી મોટા બણગા શા માટે અને સરકારનુ જ તંત્ર આ બધુ જાણે છે, બધુ મિલીભગત થી થયુ છે હજુ થાય છે તેમ ઠોસ સુત્રો કહે છે, હવે સિનિયર મંત્રીએ તાજેતરમા એક કાર્યક્રમમા જે કહ્યુ તેની સરકારી યાદીના અક્ષરસ અંશ જોઇએ તો…… “તેમણે કહ્યું કે, માનવીના પેટની આગ ઠારવી એ માનવ કલ્યાણનું ઉચ્ચતમ કાર્ય છે, આજે મુખ્યમંત્રી દ્વારા આ પગલું લઇ સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. કોરોના સંદર્ભે વાત કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કોરોનાના કપરા સમયગાળા દરમિયાન જે રીતે તબક્કાવાર આયોજન કરવામાં આવ્યુ અને યોગ્ય નિર્ણયો લેવાયા તેનાથી કોરોના કાબૂમાં આવ્યો છે. સરકારે જે નિર્ણયો લીધા તે પ્રજાના સુખાકારીને ધ્યાનમાં લઈને લીધા જેથી અન્ય દેશ અને રાજ્યની સરખામણીમાં આપણા દેશ અને રાજ્યમાં કોરોનાના કેસ ઓછા જોવા મળ્યા છે. કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મંત્રીએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ તમામ કુટુંબોને આવરી લેતી આ યોજનાને લઈને ક્હ્યું કે, આ યોજનાનો લાભ લાખો લોકોને મળ્યો છે, લોકડાઉન દરમિયાન જામનગર જિલ્લામાં આ અભિયાન હાથ ધરી તમામ લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. આ યોજનાથી છેવાડા વિસ્તારોના નાગરિકોને પણ લાભ મળ્યો છે. તેમણે કહ્યું કે આઠ મહિના સુધી લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલી ન પડે તેની ચિંતા રાખી હતી. કોરોનાના કપરા સમયમાં જિલ્લા વહીવટીતંત્રએ પણ લોકો સુધી અન્ન પહોંચાડવાની કામગીરી કરી નાગરિકોને કોઈપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખી હતી” હવે જામનગરના રેશનકાર્ડ ધારક ગરીબો જણાવે કે ઉપરની વાત જે સિનિયર મંત્રીએ કરી તે અને વાસ્તવિકતા શું છે?? થોgડામા ઘણુ….સો ટકા લોકોને જાણ પણ હતી ફ્રી અનાજની તો ય બણગા ફુકાયા હવે રેશનકાર્ડ ધારકો આગળ આવો હલ્લા બોલાવો અને હવેના સમયમા ગ્રાહકો જાગૃત થઇ ઘણુ કરી શકે એ તક છે જો શાનમા ન સમજાય તો એ તક શુ છે એ પણ જાહેર કરી શકાય પરંતુ જોઇએ આમ તો લોકો સમજુ હોય જ છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877