Read Time:2 Minute, 40 Second
ઋષિ સુનકને Full Support ! કંજરવેટિવ-રાજમાં UK અને ભારતીયોના હિત, NRIઓ કંજરવેટિવોને જિતાડો : NRI કેશવ બટાક
- NRI ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવ બટાકે પીએમ ઋષિ સુનકને લખ્યું પત્ર, હાઉસ ઓફ કૉમન્સના ચૂંટણી માટે કહ્યું Good LUCK
લંડન. NRI ગ્રુપ લંડન,યૂકેના કન્વીનર કેશવ બટાકે બ્રિટિશ સંસદીય ચૂંટણીમાં પીએમ ઋષિ સુનકનું સમર્થન કર્યુ છે. NRI ગ્રુપના વડા કેશવ બટાકે પીએમ ઋષિ સુનકને પત્ર લખી પોતાનું Support નું એલાન કર્યું છે. NRI કેશવ બટાકે ૪ જુલાઈએ હાઉસ ઓફ કૉમન્સની થનાર ચૂંટણીમાં પીએમ ઋષિ સુનકની
આગેવાનીમાં કંજરવેટિવ પાર્ટીની ભવ્ય વિજયની કામના સાથે
ગુડલક વિશ કર્યુ છે. NRI ગ્રુપના ચીફ કેશવ બટાકે પ્રેસ બયાન
માં દાવો કર્યો કે એનઆરઆઈઓ કંજરવેટિવ પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે. કંજરવેટિવ પાર્ટીની કેન્દ્રીય સરકાર યૂકેને સંકટમાંથી બહાર કાઢી સાચી દિશામાં લઈ જઈ રહી છે. કંજરવેટિવ પીએમ
ઋષિ સુનકની સરકાર યુકેની આર્થિક સમસ્યાઓ, આંતરિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરીને દેશને આગળ ધપાવી રહી છે. કંજરવેટિવ સરકારને હજુ મોકો આપવું જરૂરી છે, નહીંતર દેશ પાટા પરથી ઉતરી જશે. NRI ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવ બટાકે યૂકેમાં વસતા ભારતીયોને કંજરવેટિવ પાર્ટીના ઉમેદવારોને જંગી મતોથી જિતાડી ફરીવાર કંજરવેટિવ સરકાર બનાવવાનો
આહ્વાન કર્યું છે. NRI કેશવ બટાકે કહ્યું કે કંજરવેટિવ પાર્ટીના રાજમાં જ યૂકે અને ભારતીયોના હિત છે. બીજી પાર્ટીઓ કટ્ટરપંથીઓ, અલગતાવાદીઓ અને ધાર્મિક-દ્વેષ કરનારાઓને પીઠબળ આપી યુકેને અંદરથી પોકળ કરી રહ્યા છે. એવાને દેશની બાગડોર કદીના સોંપાય. બધા NRIઓ ૪ મીએ બાહેર નિકળી વધુમાં વઘુ મતદાન કરી કંજરવેટિવ પાર્ટીને રેકોર્ડ બ્રેક જનાદેશ આપી ઋષિ સુનકને પાછો યૂકેના વડાપ્રધાન બનાવી કર્મભૂમિનું કર્તવ્ય નિભાવવાનું છે.
લી.
NRI ગ્રુપ, લંડન-યૂકે
