પદ્મશ્રી સાહિત્યકાર ભોળાભાઇ પટેલ (1934-2012) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ ૭ ઓગસ્ટ, ૧૯૩૪ના રોજ ગાંધીનગર નજીક આવેલા મહેસાણા જિલ્લાના સોજા ગામમાં થયો હતો. ભોળાભાઈના માતાનું નામ રેવાબેન અને પિતાજીનું નામ શંકરદાસ હતું. તેમનાં ધર્મપત્નીનું નામ શકુબેન અને તેમને એક પુત્રી અને ચાર પુત્રો અનુક્રમે મંજુ, મધુ, આનંદ, વસંત, અને બકુલ છે.
૧૯૫૨માં એસ.એસ.સી. કર્યા પછી તેમણે ૧૯૫૭માંથી બનારસ યુનિ.માંથી દ્વિતીય વર્ગ સાથે બી.એ.ની ડીગ્રી હિન્દી, સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયો સાથે મેળવી. તેમણે ૧૯૬૦માં ગુજરાત યુનિ.માંથી હિન્દી વિષયમાં એમ.એ.ની પદવી, ૧૯૬૮માં અંગ્રેજી વિષય સાથે ફરીથી બી.એ.ની પદવી, ૧૯૭૦માં ગુજરાત યુનિ.માંથી અંગ્રેજી અને ભાષાવિજ્ઞાન સાથે ફરીથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે ૧૯૭૧માં ડિપ્લોમા ઈન જર્મન લૅંગ્વેજનો અને ૧૯૭૪માં ગુજરાત યુનિ.માંથી ડિપ્લોમા ઈન લિંગ્વિસ્ટિક્સનો અભ્યાસ કર્યો હતો.[૩] ૧૯૭૭માં ગુજરાત યુનિ.માંથી ”અજ્ઞેય: એક અધ્યયન” એ વિષે ઉપર હિન્દી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી ભારતીય સાહિત્યના તુલનાત્મક અભ્યાસ પર ફેલોશીપ મેળવી હતી. તેમણે ૧૯૫૨માં રા.બ.લ.દા. સાર્વજનિક હાઈસ્કૂલ, માણસામાં શિક્ષક તરીકે નોકરી શરૂ કરી. ત્યારબાદ ૧૯૫૮માં અમદાવાદની નૂતન ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. તેઓ ૧૯૬૦ થી ૧૯૬૯ સુધી એસ.વી. આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કોલેજ, અમદાવાદમાં હિન્દીના વ્યાખ્યાતા રહ્યાં. તેઓએ ૧૯૬૯ થી ૧૯૮૦ સુધી ગુજરાત યુનિ.ના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના વ્યાખ્યાતા તરીકે, ૧૯૮૦ થી ૧૯૮૬ સુધી હિન્દીના રીડર પદે તેમજ ૧૯૮૬ થી હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે અને ૧૯૮૭થી હિન્દી વિભાગમાં પ્રોફેસર પદેથી ૧૯૯૪માં વય નિવૃત્ત થયાં ત્યાં સુધી કામગીરી કરી. આ ઉપરાંત એમણે વિવેચક તરીકે પણ ઘણું વિશિષ્ઠ પ્રદાન કર્યું છે. પરબ નાં તંત્રી-સંપાદક તરીકે પચીસ વર્ષ સુધી સેવા આપી. તેમણે બાવન કરતાં વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ ગુજરાતી, હિંદી, બંગાળી, આસામી, ઑડિયા, જર્મન, ફ્રેંચ, મરાઠી, પુરિયા, અને સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. તેમણે આ ભાષાઓમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી આ ભાષાઓમાં ઘણાં પુસ્તકો અનુવાદિત કર્યા છે. તેમણે તેમના યુરોપ અને અમેરિકાના પ્રવાસવર્ણનો લખ્યા છે. તેઓ કવિ કાલિદાસ અને નૉબેલ પુરસ્કર્તા રવિન્દ્રનાથ ટાગોરના વિષયોમાં નિષ્ણાત ગણાતા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી અને ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વપ્રમુખ હતા. ૨૦૧૨-૨૦૧૩ના વર્ષો માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે વરણી થઈ. આ કાર્યકાળ દરમ્યાન જ ૨૦ મે ૨૦૧૨ના દિવસે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877