કેશવભાઈ બટાકે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં દમણ જિલ્લાના બધા બિસ્માર રસ્તાઓને બનાવવાની કरी कલેકટરને રજુઆત

Views: 10
0 0
Spread the love

Read Time:3 Minute, 19 Second
  • लंदन ૩૧-૦૭-૨૦૨૪
    કેશવભાઈ બટાકે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં સોમનાથ મંદિર રોડ સાથે બાસુકીનાથ મહાદેવ મંદિર રોડની મરામત અને ગણપતિ મહોત્સવ પહેલાં દમણ જિલ્લાના બધા બિસ્માર રસ્તાઓને બનાવવાની કર્યુ કલેકટરને રજુઆત
  • સડકોના ચૌડીકરણ અને નિર્માણમાં દેરી પર જતાવી ચિંતા અને કહ્યું-બિસ્માર રસ્તાઓના લીધે ટૂરિસ્ટોમાં બગડી રહી છે દમણની છબી
    દમણ. સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પહેલાં શ્રીસોમનાથ મહાદેવ મંદિર રોડ અને બાસુકીનાથ મહાદેવ મંદિર રોડને બનાવવાની દમણ કલેકટરને રજુઆત કર્યુ છે. કેશવભાઈ બટાકે દમણ કલેકટર સૌરભ મિશ્રાને આજે મોકલાવેલ પત્રમાં લખ્યું છે કે દમણ જિલ્લામાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. મશાલ ચૌક રોડ, સોમનાથ-કચીગામ રોડ, બાસુકીનાથ મંદિર-ભીમપોર રોડ જેવા મહત્વના રસ્તાઓને બનાવવાના બદલે ૪-૬ વર્ષથી તેનું થોડું-ઘણું મરામત કરી કામ ચલાવવામાં આવી રહ્યું છે. આ રસ્તાઓના પ્રસ્તાવિત ચૌડીકરણ અને નવીનીકરણની ખૂબ જ ધીમી પ્રક્રિયાના કારણે લોકોને અવર-જવરમાં બહુ તકલીફો થઈ રહી છે. દમણ જિલ્લાના રસ્તાઓ હાલ સૌથી ખરાબ દૌરથી ગુજરી રહ્યા છે. દમણ જિલ્લાના રસ્તાઓ કદાચજ આટલી ખરાબ હાલત અને આટલા વર્ષો સુધી બૈડ કંડીશનમાં રહ્યા હોય. રસ્તાઓના બદતર હાલતના કારણે અહીં ફરવા આવતા પ્રવાસીઓમાં દમણની છબી ખરડાઈ રહી છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાનો છે. સોમનાથ જંકશનથી સોમનાથ મહાદેવ મંદિર તરફ જતા રોડની હાલત ખરાબ છે. સમગ્ર શ્રાવણ દરમિયાન, સેંકડો ભક્તો સોમનાથ મહાદેવ મંદિરે પૂજા અને અભિષેક માટે આવે છે. ભીમપોર-કડૈયાના સેંકડો શિવભક્તો પણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બાસુકીનાથ મહાદેવ મંદિરે પૂજા અને અભિષેક માટે આવે છે. શ્રાવણ પહેલા સોમનાથ મહાદેવ મંદિર રોડ અને બાસુકીનાથ મહાદેવ મંદિર રોડના મરામત કરવાની મારી વિનંતી છે. સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે કલેકટરને વધુમાં લખ્યું હતું કે ગણપતિ ઉત્સવ પણ નજીક છે. પ્રજાની લાગણીને અનુલક્ષીને વહીવટી તંત્રએ તીનબત્તી-મશાલ ચોક રોડ, સીફેસ રોડ વગેરે રસ્તાઓનું સમારકામ કરવું જોઈએ જેથી ગણપતિની મૂર્તિઓના આગમન અને પ્રસ્થાનમાં કોઈ મુશ્કેલી ન પડે. સમગ્ર દમણ જિલ્લાના જર્જરિત અને નિર્માણાધીન રસ્તાઓનું સત્વરે સમારકામ કરવા યોગ્ય પગલાં લેવા વિનંતી છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *