Explore

Search

August 30, 2025 7:28 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

આપણે અહંકારીને નાટકીયા છીએ આ વાત અનેક સમાજને લાગુ પડે છે માટે કોઈએ ભરતી ટોપી પહેરવી નહીં : છોટાલાલ ડી પાટડીયા આણંદ by Dinesh Solanki (Vahania)

સમાજ સેવા સમાજ સેવા આવો ઢંઢેરો દરરોજ સાંભળીએ છે પણ સાચી સમાજ સેવા શું છે એ ખરેખર સમજાવું જોઈએ સમાજ એટલે સમજુ લોકોનો સમૂહ સમાજ એટલે એક સરખું જીવન જીવતા લોકોનો સમૂહ એકબીજાનો હાથ પકડતા લોકોનો સમૂહ આવો મે ભારતમાં એક જ સમૂહ જોયો છે કે જેનો કોઈ માણસ ભીખ નથી માંગતો દુઃખી નથી કોઈના ઘરે ગંદકી નથી ઝઘડા નથી કોઈ દેશ દ્રોહી નહીં
*સમાજના માણસો ખોટા કામ કરતા નથી સંપથી સમજીને રહે છે કરોડ રૂપિયા સમાજને આપે તો ક્યાંય ફોટા પડાવતા નથી ક્યાંય પેપરોમાં છપાવતા નથી આવો સમાજ છે એ છે પારસી સમાજ કોઈ કોઈને દુઃખી જોઈ શકતા નથી ખબર પડે કે આને થોડી પણ નાણાં ભીડ છે તો તેના દરવાજાની બહાર સમાન પૈસા મૂકી આવે ખબર અંતર પૂછવા આવે તોય પૈસા ના બંડલ ઓશીકા નીચે મુકતા જાય બાળક જન્મે ત્યારથી સમાજની તેને સુખી રાખવાની જવાબદારી બાળક જન્મતા ની સાથે જ તે ભણી ગણીને મોટું થાય એટલી રકમ સમાજ આપવાની વ્યવસ્થા કરી નાખે મા-બાપને જરાય ચિંતા રહે નહિ આવો *સમાજ અને આવા સમાજ સેવકો હોવા જોઈએ હાથ પકડવા ને બદલે ટાંટીયા ખેચતા હોઈએ ગામો ગામ* મંડળો ચાલતા હોય મહામંડળો ચાલતા સમાજીક સંસ્થાઓ ચાલતી પણ કેટલાક સમાજના પરિવારનો
ચૂલો ના સરગતો હોય બાળકો ને ભણાવવા માટે મા બાપ પૈસા માટે વલખા મારતા હોય રોજી રોટી માટે હેરાનગતિ અનુભવતા વિધવા બહેનો તથા નાના બાળકો વાળી બહેન મજબૂરીમાં અયોગ્ય લોકોને ત્યાં કામ ધંધે જાય અને આપણે સમાજ સેવકોના ઝંડા લઈને ફરતાં હોઈએ એ સમાજ સેવા નથી આપણે મોંઘી મોંઘી ગાડીઓ લાવીએ ત્યારે એકાદ બે સાયકલ લઈને સમાજના ગરીબ બાળકોને આપી હોય આપણા એકના એક છોકરાની ફી ભરતા હોય ત્યારે સમાજના બીજા બે છોકરાઓની ફી ભરીએ તો એમાં શું નાના થઈ જશું આપણને ભગવાને ત્રણ દીકરા દીધા હોય તો ફી ભરીને સારી જગ્યાએ ભણાવત ને તો એવું વિચારતા નથી આપણે તો બીજા કરતા મોટા દેખાવા માટે સમાજ સેવાના નાટક કરવા એ સમાજસેવા છે ? ખાવા પીવા માટે ભેગા થઈ મોટા મોટા ભાસણ કરીએ સમાજમાં નામના કમાવવા માટે હોદ્દાઓ ધારણ કરી એ હોદા ઉપર બેસવાય અને ટકી રહેવાય કેટલા ય કાવા દાવા કરીએ મોટી મોટી હોટલો પાર્ટી પ્લોટ રિસોર્ટ માં ભેગા થઈને ખાઈ પીને મોજ કરીએ મોંઘા ફટાકડા ફોડીએ પાંચ પાંચ જણા પકડી રાખે એવા મોંઘા હાર વચ્ચે મુરતીયાને ઉભો રાખી એક મિનિટ માટે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરીએ મોંઘા ભાડા ની બગીઓમાં સરઘસો કાઢીએ ઘરના પ્રસંગો મોટા કરતા જઈએ એ નાનો માણસ તો કરી જ ના શકે એવા રીત રિવાજો વધારતા જઈએ એમાં આપણે પોતાને મહાન સમજીએ આ તો સમાજ અધોગતિ ના પંથે છે આ તો આપણે ખાલી મોટા દેખાવા ના અહંકાર પોસવાના નાટક જ કરીએ છીએ ખરેખર આપણે અહંકારીને નાટકીયા છીએ આ વાત અનેક સમાજને લાગુ પડે છે માટે કોઈએ ભરતી ટોપી પહેરવી નહીં
છોટાલાલ ડી પાટડીયા આણંદ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements