☘️બીલીપત્ર☘️
☘વેદિક શાસ્ત્રો અને પુરાણો પ્રમાણે બિલીપત્ર (બિલ્વપત્ર) એક અતિ-દુર્લભ, પવિત્ર અને ચમત્કારી વૃક્ષ માનવામાં આવ્યું છે. તે દરેક પ્રકાર ની શુભકામના – મનોકામના પૂરી કરે છે.
☘આ વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે – જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.
☘બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે.
☘બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે
☘ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. અને તે સ્થળ તીર્થ સમાન ઘણાય છે.
☘બિલપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.
☘બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.
☘બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહી… પરંતુ બિલ્વ ઝાડને સિંચવા માત્રથી તીર્થોનું ફળ મળે છે. પણ બિલ્વ પત્રને ગમે ત્યારે તોડી શકાતા નથી તે પણ ધ્યાન રાખવું.
☘શિવ ઉપાસનાનો મુખ્ય દિવસ મતલબ સોમવારે બિલ્વપત્ર તોડવુ જોઈએ નહી.
☘ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી.
☘કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.
☘ શિવજી ને એક બીલીપત્ર, 11 બીલીપત્ર, 101 બીલીપત્ર ચઢાવી શકાય છે. કોઈ પણ સંખ્યા હોય, ફળ સરખુંજ હોય છે. અતિરેક અજ્ઞાની લોકો કરે. બને તૉ 11 બીલીપત્ર થી વધુ બીલીપત્ર બીલી નાં વૃક્ષ પરથી તોડવા નહિ. જેથી બીજા સાધકો ને પણ બીલીપત્ર મળી શકે. કારણ કે બીલીપત્ર મળવા ખુબજ દુર્લભ હોય છે.
☘બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે.
☘તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ છે, તેમાં ઉચ્ચતર જ્ઞાનભંડાર છે, અને થડને વિશે વેદાન્તના અર્કની અભિવ્યક્તિ છે.
☘બીલીપત્ર શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બીલી વૃક્ષના મૂળમાં શિવજીનો વાસ છે, માટે તેના ક્યારાને જળથી ભરપૂર રાખવો જોઇએ. બીલીવૃક્ષનું સાધકે પૂજન કરવું જોઇએ અને દીપ પ્રગટાવવો જોઇએ કા.કે બીલી વૃક્ષ તે સ્વયમ સદાશિવ સ્વરૂપ છે.
☘બિલ્વની ઉત્પત્તિની વિવિધ કથાઓ ઉપલબ્ધ છે, તેમાંની એક ઉલ્લેખનીય છે: એક વખત દેવી ગિરિજાના કપાળ પર પરસેવાનું બિંદુ હતું તે લૂછીને જમીન પર નાખ્યું. આ પ્રસ્વેદ બિંદુમાંથી ઘેઘૂર વૃક્ષ થયું. એક સમયે ફરતા-ફરતા દેવીએ તે વૃક્ષ જોયું અને પોતાની સખી જયાને કહ્યું કે, આ વૃક્ષ નિહાળી મારું હ્રદય પુલકિત બને છે. જયાએ કહ્યું “દેવી! આ વૃક્ષ આપના પ્રસ્વેદ બિંદુમાંથી પાંગર્યું છે…” અને ગિરિજા દેવી એ આ વૃક્ષનું નામ “બિલ્વ” રાખ્યું.
☘બિલ્વ વૃક્ષનો મહિમા અપરંપાર છે. એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વ વૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતા નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે.
☘બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે
બિલ્વ લક્ષ્મ
ીજીની હથેળીમાં ઊગેલું! જે “શ્રીવૃક્ષ” તરીકે ઓળખાયું છે.
☘બીલીના ત્રણ પાંદડા ત્રણ અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચન્દ્ર અને અગ્નિ સ્વરૂપ શિવજીના ત્રણ નેત્રો છે. તદુપરાંત તે શિવજીના ત્રિશૂળનો પણ નિર્દેશ કરે છે. મુનિવર્ય યાજ્ઞવલ્ક્યના મતાનુસાર જો શિવની પૂજા બીલીપત્ર દ્વારા હ્રદયની સરળતા, સહજતા અને શિદ્ધિથી એકાગ્ર ચિત્તે કરવામાં આવે તો તે મનોવાંછિત ફળને આપે છે. અને ભક્તની મનોકામના મહેશ્વર પરિપૂર્ણ કરે છે, તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
☘બીલીપત્ર ને રોપવાથી, ઉછેર કરવાથી, તેને નિત્ય જળ સિંચન કરવાથી જયારે તે એક વૃક્ષ બને છે ત્યારે, હજારો જન્મો નું પાપ નાશ પામે છે. મનુષ્ય પુણ્ય કર્મ કરતો થાય છે.
☘બીલીપત્ર ને રોપીને તેનું વૃક્ષ બનાવવું તે શિવ ની પ્રેરણા અને કૃપા વગર શક્યજ નથી. અતિ પુણ્યશાળી આત્માજ બીલીપત્ર ને રોપીને તેનો ઉછેર કરીને એક વૃક્ષ બનાવી શકે છે.
☘ બીલીપત્ર નાં છોડ કે વૃક્ષ નો કોઈપણ જગ્યાએ કે દરેક હવામાન માં રોપીને ઉછેર નથી થઇ શકતો. અતિ પવિત્ર ભૂમિ હોય, અતિ પવિત્ર હવામાન હોય, કે જેની આસપાસ અતિપુણ્યશાળી અને અતિપવિત્ર લોકો નો વાસ હોય, તેવી જગ્યાએજ બીલીપત્ર નાં વૃક્ષ નું અસ્તિત્વ હોય છે. દેવતાઓ નું નિરંતર અસ્તિત્વ આવા પવિત્ર સ્થાન માં હોય છે.
☘ એક બીલીપત્ર નું વૃક્ષ સેંકડો અન્ય વૃક્ષ નાં બરાબર હવામાન ને શુદ્ધ અને પવિત્ર રાખવાની ક્ષમતા ધારાવે છે.
☘ બીલીપત્ર નાં વૃક્ષ માં 33 કોટી દેવતાં, અને સાક્ષાત સ્વયં શિવ (સાથે નવ-શક્તિ, દુર્ગા) નો વાસ હોય છે. શિવ બ્રહ્માન્ડ નું મૂળ તત્વ છે, કે જે પોતે ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ અને શંકર સહીત ત્રિશક્તિ – શ્રી મહાલક્ષ્મી, મહાસરસ્વતી, અને મહાશક્તિ નું નિરાકાર, અજન્મા, અવિનાશી, અનંત અને મૂળ સ્વરૂપ છે.
☘બીલીપત્રો કેટલીક વખત અપ્રાપ્ય હોય છે. ભાવિક ભક્તો કે સાધકને પૂજન કરવા માટે બીલીપત્રો આપવામાં પણ મોટું પુણ્ય મળે છે. બિલ્વ વૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું વૃક્ષ છે.
☘બીલી પત્ર મસ્તકે ધરનારને યમનો ભય રહેતો નથી. બિલ્વ વૃક્ષના મૂળમાં શિવ-પાર્વતીનો વાસ છે. – આ વૃક્ષની શાખાઓમાં મહેશ્વરી વસે છે. આ વૃક્ષના પત્રોમાં પાર્વતીજી વસે છે. ફળમાં કાત્યાયનીનો વાસ છે. – આ વૃક્ષની છાલમાં ગૌરીનો વાસ છે. આ વૃક્ષના કાંટાઓમાં નવ કરોડ શક્તિઓનો વાસ છે. બિલ્વ વૃક્ષનું ફળ ઔષધિઓમાં ઉત્તમ ગુણકારક ગણાય છે. આ ફળ યજ્ઞમાં પણ હોમવામાં આવે છે.
☘️☘️☘️☘️☘️☘️☘️☘️
☘બીલીપત્ર કોણ અર્પણ કરી શકે ? કેવી રીતે અર્પણ કરવા ?
☘તો જેઓ બિલ્વ વૃક્ષનું જતન કરતા હોય તે, તેની માવજત કરતા હોય તે વ્યકતિ બિલ્વ વૃક્ષ અર્પણ કરી શકે.
☘બિલ્વ વૃક્ષ ને કાપ્યા બાદ માથે ભારો મૂકીને લાવેલ પાન અર્પણ કરી શકાતા નથી.
☘️ખંડિત થયેલ,તૂટેલ,કાણા વાળા પત્ર અર્પણ કરવા નહિ.
☘ફક્ત 3 પાન હોય તેવાજ બિલ્વ પત્ર અર્પણ કરી શકાય છે. 5 પાન કે 7 પાન નું બિલ્વપત્ર ઘણું દુર્લભ છે અને તે અતિ અતિ મહત્વ ધરાવનાર છે.
☘5 કે 7 પાન નું બિલ્વ પત્ર શિવજી ને અર્પણ કર્યા બાદ તે લઈને ફ્રેમ માં સરસ મઢાવીને ઘૃહ માં સ્થાપના કરવાથી ઉપરી કોઈ વાયવ્ય શક્તિ ઘૃહમાં પ્રવેશ કરી શકતી નથી.
☘બિલ્વ વૃક્ષ ની નીચે નિત્ય એક લોટો જળ અર્પણ કરી દીવો કરવાથી સ્વયં શિવપૂજા નું ફળ મળે છે. કારણ બીલ્વ વૃક્ષ, સ્વયં શિવ નુંજ એક સ્વરૂપ છે.
☘બીલીપત્ર નાં પાનને ગંગાજળથી ધોઈને શિવ-શંકર કે પછી બજરંગબલીને અર્પિત કરવાથી અનેક તીર્થોનું પુણ્ય-ફળ મળે છે.
☘આ વિશે તુલસીદાસજીએ ભગવાન શ્રીરામ પાસેથી કહેવડાવ્યુ કે- જે શિવનો દ્રોહ કરીને મને મેળવવા ઈચ્છે છે એ સપનામાં પણ મને પામી શકે નહી.
☘બિલીપત્રની મૂળ સફેદ દોરામાં પિરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ , ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળશે. તેના ફળ કે તેનો રસ પીવાથી આવતી.
☘બિલ્વપત્રને શ્રીવૃક્ષ પણ કહેવાય છે. બિલ્વ પત્રના પૂજન પાનથી દરિદ્રતાના અંત લાવીને વૈભવશાળી બની શકાય છે
☘ઘરમાં બિલ્વપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. અને તે સ્થળ તીર્થ સમાન ઘણાય છે.
☘બિલપત્રના પાનને લક્ષ્મીનું રૂપ ગણાય છે. એને પોતાની પાસે રાખવાથી ક્યારે પણ ધનની ઉણપ નહી આવે.
☘બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. કહેવાય છે કે શિવને બિલ્વપત્ર ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. બિલ્વપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે.
☘બિલ્વપત્રને મહાદેવના રૂપ ગણાય છે. એવી માન્યતા છે કે બિલ્વના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે આથી ઝાડના મૂળમાં મહાદેવની પૂજા કરાય છે. એટલું જ નહી…
☘ચતુર્થી, અષ્ટમી, નવમી, ચતુર્દશી અને અમાસને દિવસે બિલપત્ર તોડવુ નહી.
☘કોઈ માસની સંક્રાતિના દિવસે પણ બિલપત્ર ન તોડવા જોઈએ. જો આ તિથિઓમાં શિવપૂજામાં બિલપત્રની જરૂર હોય તો એ માટે એક નિયમ છે કે તમે શિવપૂજામાં ઉપયોગ કરેલ બિલપત્રને ફરીથી ધોઈને શિવને અર્પિત કરી શકો છો.
☘ શિવજી ને એક બીલીપત્ર, 11 બીલીપત્ર, 101 બીલીપત્ર ચઢાવી શકાય છે. કોઈ પણ સંખ્યા હોય, ફળ સરખુંજ હોય છે. અતિરેક અજ્ઞાની લોકો કરે. બને તૉ 11 બીલીપત્ર થી વધુ બીલીપત્ર બીલી નાં વૃક્ષ પરથી તોડવા નહિ. જેથી બીજા સાધકો ને પણ બીલીપત્ર મળી શકે. કારણ કે બીલીપત્ર મળવા ખુબજ દુર્લભ હોય છે.
☘બીલીવૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે. મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે, જે મંગલ સ્વરૂપે ત્યાં વિરાજે છે.
☘
☘🙏અસ્તુ🙏☘
🙏🏻 પ્રાર્થના : જેનું-જેનું આપ કલ્યાણ ઇચ્છતા હોવ, તેમને આ અતિ-દુર્લભ માહિતી અવશ્ય આપો. 🙏🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877