🌀 પછેડી હોય તેટલી જ સોડ તાણવી..દેખાદેખી કરશો મા..😠
// મુશ્કેલી ના સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે તમારો સારો સમય ચાલતો હોય તેવા સમયે પૈસા ઉડાવવા કરતાં થોડી બચત કરજો એટલે જીવનમાં કયારેય પણ સંકડામણ આવે ત્યારે જુની વાતો યાદ કર્યા વગર અને કોઈના ભરોસે બેસી રહ્યા વગર જેટલાં જલદી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી શકશો.
સગાંવહાલાં,મિત્રો આ બધા આશ્વાસન અને સુફિયાણી સલાહો જ આપશે અને ખિસ્સામાં હાથ રાખીને કહેશે “કંઈ કામ હોય તો કહેજો “પણ ખિસ્સામાંથી હાથ નહીં નીકળે એ ખાલી સારું લગાડવા જ બોલશે બાકી એનાથી મુશ્કેલી નો અંત નહિ આવે, ભગવાન ના સહારે જશો તો પણ કર્મ તો કરવું જ પડશે…પાઠ-પૂજા,કર્મકાંડ,બાધા-આખડીઓ કે ધર્મસ્થાનો ના ચક્કર કાપવાથી કોઈ કાળે એમાં થી બહાર નીકળી ના શકાય..ફકત માનસિક શાંતિ મળે એટલું જ…અને કોઈ કદાચ થોડી-ઘણી આર્થિક મદદ કરે તો પણ એ ક્ષણિક રાહત સિવાય બીજું કાંઈ નહીં…બાકી પહેલા જેવી આર્થિક પરિસ્થિતિ પર પહોંચવા માટે તો કમાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી…😞😞
અંબાણી અને અમિતાભ જેવાના મિત્રો અને સગાં વહાલાં પણ આર્થિક સંકડામણ વખતે એમના ફોન ઉપાડતા બંધ થઈ જતાં હોય તો આપણાં જેવાં સામાન્ય માણસ માટે તો સગાંવહાલાં ના ખભે આપણી લાશ જ બહાર નીકળે એટલે કહેવું પડે છે કે આવી પરિસ્થિતિ આવે તો સામાજિક જીવનનાં વેવલાંવેડા બંધ કરી ને એક જ ધ્યેય કે નીતિ થી પૈસા કયાં અને કેવી રીતે કમાઈ શકાશે એમાં જ દયાન આપવું…બાકી ઘરનાં સભ્યો ભેગાં બેસીને રડ્યા કરવાથી એનો કોઈ જ ઉકેલ આવી જાય એ તો મારો ને તમારો ભ્રમ છે એથી વિશેષ કશું જ નહીં….😠😞😠😞😠
લોકો હંમેશા ફરિયાદ કરતાં હોય છે કે અમારા મુશ્કેલી ના સમયમાં કોઈ કામમાં ના આવ્યુ અને યાદ રાખજો કોઈ કામમાં આવવાનું પણ નથી કારણકે બધાની ખુદની જરૂરિયાતો અને જલસા કરવાની ચાલ અને ભવિષ્યની અનિશ્રતતાઓ ની બીક એટલી છે કે કોઈ મદદ કરવા આગળ નથી આવવાનું….😞😠
કોઈ ને આર્થિક મદદ કરવી હોય તો આપણે ખમી શકીએ એટલી જ મદદ કરવી કારણ કે એનું કંઈ તરત પાટે નથી ચડી જવાનું કે એ ઈચ્છતો હોવાં છતાં તમારા પૈસા પાછા આપી શકશે…😞😞😞
પોતે મોંઘી ગાડીઓમાં ફરતાં હોય અને “પૈસા તો હાથનો મેલ છે “અને જનમ્યા ત્યારે બાળોતિયામાં ખિસ્સા નહોતા અને મરશો ત્યારે કફનમાં પણ ખિસ્સા નહિ હોય, ભગવાનને ધૂપ દીવા કરવા માટે અગરબત્તી લેવા જશો તો પણ કોઈ મફત નહીં આપે…😠😞
પૈસા સર્વસ્વ નથી પણ જીવનનિર્વાહ માટે પૈસા ખૂબ જરૂરી છે,માટે પૈસા નો સદુપયોગ કરતાં શીખો…દરેક સમયે એક સરખો નથી હોતો બાકી તો સામાજિક દુ:ખો કે શારીરિક બીમારીઓ ગમે તેને આવી શકે છે, ગરીબોને નથી આવતી એવું નથી એટલે એવાં સમયે સાઇકલ પર બેઠાં બેઠાં રડવું એ કરતાં મર્સીડીઝ માં બેઠાં બેઠાં રડવું વધું સારું…😠😞😠😞😠😞
સાર: સમય ખરાબ કોઈ ‘દિ થયો જ નથી,કોઈ ને સાદાઈ ગમતી નથી એટલે જ સમય ને દોષ દેછે..
✍✍-ડૉ.પ્રવિણ બી પટેલ
સુરત
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877