સરલ પ્રજાપતિ ની ગુજરાત અન્ડર 23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી માટે પસંદગી.

Views: 11
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second

સરલ પ્રજાપતિ ની ગુજરાત અન્ડર 23 કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી માટે પસંદગી.

સી.કે. નાયડુ ટ્રોફી ના પ્રદર્શન થી સરલને રણજી ટ્રોફીમાં પદાર્પણ કરવાની તક. (ક્રિકેટ કોચ ભગુ પટેલ)

 BCCI દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા અંડર 23 કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફી 13 ઓક્ટોબર 2024થી શરૂ થવા જઈ રહી છે જેમાં ગુજરાત તેની પ્રથમ મેચ નાગાલેન્ડ સામે અમદાવાદ માં રમશે જેમાં દમણના ઓલરાઉન્ડર ખેલાડી, ડાબોડી સ્પિન બોલર સરલ પ્રજાપતિ પોતાનું પ્રતિનિધિત્વ કરતા જોવા મળશે. સરલના કોચ ભગુ પટેલે સરલને અભિનંદન પાઠવ્યા છે અને તેની પસંદગી પર ખુશી વ્યક્ત કરી છે વધુમાં, ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્યું છે કે સરલ ખૂબ જ સારો ખેલાડી છે જેણે બેટ અને બોલિંગમાં અજાયબીઓ કરીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. સરલ એ ગુજરાતનો એકમાત્ર ખેલાડી છે જેણે 14,16,19,23,25 વર્ષ ની બધી જ વયજૂથ માં રમી ને સૌથી વધારે વિકેટ લેવાનો કીર્તિમાન પ્રાપ્ત કર્યો છે. સરલે 2023-24ની કર્નલ સીકે ​​નાયડુ ટ્રોફીમાં 7 મેચમાં 16.78ની એવરેજ અને 2.66ની ઇકોનોમીએ 38 વિકેટો લીધી હતી અને બેટિંગ કરતી વખતે 28.85ની એવરેજથી 375 રન બનાવ્યા હતા, જેના કારણે ઓલ ઇન્ડિયા જુનિયર પસંદગી સમિતિએ સરલ ની પસંદગી NCA હાઈ પરફોર્મન્સ કેમ્પ કરી હતી. સરલના કોચ ભગુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરલ હવે એક અનુભવી ખેલાડી બની ગયો છે જે બોલ અને બેટનો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણે છે,  અને સરલ પર ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસને પૂર્ણ કરશે, જેના પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને ગત વર્ષની જેમ આ વર્ષે પણ સરલ તેનું પ્રદર્શન ચાલુ રાખશે અને ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભગુ પટેલે જણાવ્યું હતું કે દમણ ના બીજા ક્રિકેટરો એ સરલ પાસેથી શીખ લેવી જોઈએ. સરલની પસંદગી થી સરલ ની ફેમિલી અને સરલ ના ચાહકો માં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *