Explore

Search

November 22, 2024 4:56 pm

लेटेस्ट न्यूज़

શિવ કથા..શ્રાવણ સુદ ચોથ. ભાગ 3 : Manoj Acharya

શિવ કથા..શ્રાવણ સુદ ચોથ. ભાગ 3 : Manoj Acharya

શિવ કથા..🙏🏽🌸😊
શ્રાવણ સુદ ચોથ. ભાગ 3
સતી જન્મ. શીવ સતી વિવાહ. દક્ષ યજ્ઞ વિધવંશ તથા દક્ષને શ્રાપ અને કનખલને આશીર્વાદ
2 ભાગમાં જોઈ ગયેલ શિવ પુરાણ મુજબ મહારુદ્ર પરમેશ્વર હતા પરંતુ સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિ શક્તિ જરૂરી હતી..
એટલે પ્રકૃતિમાંથી આદિ શક્તિ પ્રગટ થયા અને વાયુ મંડળમાં સ્થાન બનાવ્યું.. આ તરફ બ્રહ્માનું પાંચમું મુખ કપાયેલ હોય જેથી એમનો 4 ઋષિ કુમાર ઉપરાંત દક્ષ પ્રજાપતિ પણ હતા જેને ઘેર 26 દીકરીઓ હતી.. પરંતુ એમને આદિ શક્તિના તપ દ્વારા એક વરદાન માગ્યું અને એક દિવ્ય તેજ અને શક્તિઓ વાળી એક દીકરી વરદાનમાં માંગી. સમય જતાં આ પૃથ્વીના પ્રથમ પ્રજાપતિ દક્ષના ઘેર સતીનો જન્મ થયો.. પિતાનું મુખ કપાઈ જવાથી દક્ષ શિવથી ઘૃણા કરવા લાગ્યા અને એક સમયે દક્ષની સભામાં માન આપવા શિવ ઉભા ના થયા એટલે દક્ષને વેર ભાવના ઉતપન્ન થઈ.. દક્ષ પ્રજાપતિને નહોતી ખબર કે સતી આદિ શક્તિ છે એટલે એ ધીમે ધીમે શિવભક્તિમાં વિરક્ત થવા લાગી.. પરંતુ દક્ષ એના વિરુદ્ધ હતા.. ઉંમર લાયક થતા સતીનો સ્વયંવર કરવામાં આવ્યો, જેમાં વર તરીકે શિવની મૂર્તિને સતીએ હાર પહેરાવ્યો અને મહાદેવે સાક્ષાત પ્રગટ થઈને સતીનો પત્ની તરીકે સ્વીકાર કરી હિમાલયમાં લઇ ગયા.. વેર અને બદલો લેવાની ભાવનાથી સમય જતાં દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને બોલાવ્યા પરંતુ શિવ સતીને આમંત્રણ ના આપ્યું.. બહુ સમજાવ્યા છતાં સતી શિવની વાત ના માન્યા અને વગર આમંત્રણ પિતાના ઘેર હવનમાં ગયા. પરંતુ ત્યાં શિવનું અપમાન થયું. આ સહન ના થતા સતીએ આદિશક્તિનું રૂપ લઇને હવનમાં જ શરીરનો ત્યાગ કર્યો.. આ ખબર મહાદેવને મળતા જ જટામાંથી વિરભદ્ર ઉત્પન્ન કર્યા અને દક્ષનો નાશ કરી બકરાનું મોઢું લગાવ્યું અને વિરભદ્રે સમગ્ર સભાનો નાશ કર્યો. બળેલા શરીરને લઇને મહાદેવ હજારો વર્ષો સુધી બ્રહ્માંડમાં ભટક્યા અને શ્રુષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો. ત્યારે આદિ નારાયણે ચક્ર દ્વારા સતીના મૃત શરીરમાં 51 કટકા કર્યા. જ્યાં જ્યાં સતીના શરીરના આ 51 કટકા પડ્યા ત્યાં
એક શક્તિપીઠની સ્થાપના થઇ ગઇ અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને એમની રક્ષા માટે એક એક કાલ ભૈરવ મહાદેવે ઉત્પન્ન કર્યા. દક્ષને એમના પાપનું ભાન થયું અને બકરાના મોઢા દ્વારા શિવ ભક્તિ શરૂ કરી.. તથા જ્યાં આ ઘટના બની તે કનખલને પવિત્ર કરવા વરદાન મળ્યું કે ત્યાં આદિ કાળ સુધી ગંગા વહન કરશે.. મહાદેવ ફરીથી વૈરાગ્ય ધારણ કરી ને હજારો વર્ષોની તપસ્યા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું..
હર હર મહાદેવ..
જય મહાકાલ..
જય જય અઘોરાધિપતિ..
😊😊🌸🌸🙏🏽🙏🏽

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग