જાળીયા દેવાણી સ્ટેટનાં રાજકુમાર શ્રી રાજદીપસિંહ જાડેજાનાં ધ્રોળ ખાતેનાં તેમનાં ‘પુજારા મોબાઇલ શોપ’ માં પુજ્ય ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી તા. 13 ઓગસ્ટ, 2021 શુક્રવારે બપોરે 3 વાગે થઈ ત્યારે ખુબ જ વિનમ્રભાવે સ્વાગત કર્યું અને પુ. શ્રી માડીને મોબાઇલ ગેઝેટસ ભેટમાં આપ્યા. તેમણે જુના સંસ્મરણો યાદ એટલા માટે પણ યાદ કર્યા કે તેમનાં પિતાશ્રી જશવંતસિંહજીએ રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં 1973-74 દરમિયાન અભ્યાસ કરેલો જ્યારે પુ. શ્રી ડો. ઇન્દ્રવદન આચાર્ય તરીકે આ કોલેજમાં તે સમયે ઇતિહાસનાં પ્રોફેસર હતા. રાજદીપસિંહજી મારા પણ ખાસ મિત્ર છે. આજનાં દિવસે તેમનો સ્ટાફ કુણાલ કનખરા, હર્ષિત ઠાકર તથા સાગર સોલંકી પણ ઉપસ્થિત હતા. સૌને શુભાશીર્વાદ પાઠવી બપોરે 3.45 વાગે વિદાય થયા.