Explore

Search

November 22, 2024 5:04 pm

लेटेस्ट न्यूज़

શિવ કથા ભાગ 4 શ્રાવણ સુદ પાંચમ : Manoj Acharya

શિવ કથા ભાગ 4
શ્રાવણ સુદ પાંચમ
🌺🌸🌺🌸🌺
શિવજીનાં બાર જ્યોર્તિલિંગોનું વર્ણન છે. આ જ્યોર્તિલિંગોમાં ક્રમશઃ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, અમ્લેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, રામેશ્વર, નાગેશ્વર અને ઘુશ્મેશ્વર છે. ભગવાન વિષ્ણુ દ્વારા શિવજીનાં સહસ્ત્ર નામોનું વર્ણન પણ છે. સાથે શિવરાત્રિ વ્રતના માહાત્મ્યના સંદર્ભમાં પારધી અને સત્યવાદી મૃત પરિવારની કથા પણ છે.
🌺🌸🌺
ભારતમાં આવા બાર જ્યોતિર્લિંગો છે જેને સ્તોત્રનાં રૂપે નીચે મુજબ ગાવામાં આવે છે. જ્યોતિર્લિંગોની યાદી નીચે મુજબ છે.
સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ |
ઉજ્જયિન્યાં મહાકાલમં ચ ૐકારમમલેશ્વરમ્ ||૧||
પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશઙ્કરમ્ |
સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ||૨||
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે |
હિમાલયે તુ કેદારં ઘૃશ્મેશં શિવાલયે ||૩||
એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર: |
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ||૪||
|| ઇતિ દ્વાદશજ્યોતિર્લિઙ્ગસ્મરણં
🌸🌺🌸
– ‘એ જ સર્વને જાણે છે, એમને કોઈ જાણતું નથી.
🙏🏻🌸🙏🏻 મહાદેવ
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય, રાજકોટ

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग