Explore

Search

August 29, 2025 11:19 pm

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

દમણની દેવકા તાઇવાડ ની શાળાના આચાર્ય વિરુદ્ધ શિક્ષિકાની શારીરિક શોષણની ફરિયાદ : Rajesh Patel

દમણની દેવકા તાઇવાડ ની શાળાના આચાર્ય વિરુદ્ધ શિક્ષિકાની શારીરિક શોષણની ફરિયાદ : Rajesh Patel

દમણની દેવકા તાઇવાડ ની શાળાના આચાર્ય વિરુદ્ધ શિક્ષિકાની શારીરિક શોષણની ફરિયાદ:. વાપી , નાની દમણના એક ગ્રામીણ વિસ્તારની શાળામાં મુખ્ય શિક્ષક દ્વારા શિક્ષિકાને ઓફિસમાં બોલાવી તેણીના શરીરના વિવિધ અવયવો પર સ્પર્શ કરતા મહિલા શિક્ષિકા ગભરાઈ ગયા હતા. તેણીએ આ બાબતે પોતાના પરિવારને જાણ કરતા કડેયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક એફ.આર.આઈ નોંધી હતી અને આ શારીરિક શોષણ કરનાર આચાર્યની વિરોધ કલમ ૩૫૪ અને 354a અંતર્ગત એફ આર આઈ નોંધી હતી અને આચાર્ય ની ધરપકડ કરી હતી .જોકે સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનુસાર કોઈ પણ સ્થળે સ્ત્રી કામ કરતી હોય ત્યાં આંતરિક ફરિયાદ બનાવવી અનિવાર્ય હોવા છતાં સમિતિ નથી બની તેની પણ તપાસ થવી જોઇએ .પ્રદેશના હાલમાં વધારે પડતાં શિક્ષકોની બદલીનો દોર છે, તેમાં કેટલીક મહિલા શિક્ષિકાઓને તેણીના રહેઠાણ થી નજીકમાં કેટલીક સ્કૂલો આવેલી છે છતાં દૂર વિસ્તારમાં બદલી કરાતા મહિલા શિક્ષિકાઓમાં ભયનો માહોલ સર્જાયો છે .જેમાં રૂમે રૂમે જઈ covid સર્વે, વસ્તી ગણતરી ,બી.એલ.ઓ duty જેવા ઘણા બધા કામ સોંપવામાં આવે છે. શિક્ષિકાઓ નોકરી ગુમાવવાનો ના ડરે આવા શોષણની પણ ફરિયાદ કરતી નથી . આ માટે પણ શિક્ષણ વિભાગ અધિકારીઓ જાગે ,વળી આમાં કેટલાક શિક્ષકો કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવે છે અને તે પણ આજે અંદાજિત સાત વર્ષથી ઉપરના આ સમયગાળામાં એક(૧) પણ રૂપિયાનો વધારો થયો નથી. આવી ઘણી બધી વાતોથી પણ શિક્ષકો પીડાય છે. અહીં નોંધવું મહત્વનું બને છે કે સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા હાલમાં પાંચ વર્ષમાં થયેલા વિકાસ કામની ઝલક બતાવતી સહ યાત્રા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું .પરંતુ મહિલાઓની અસલામતી જોતા તે નિષ્ફળ ગયા નું પુરવાર થઈ રહ્યું છે . શિક્ષણ આલમમાં મહિલાઓનું વ્યાપક શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. અને આ જોતા આરોપીઓનો હોસલો બુલંદ બન્યો છે. જેને પ્રશાસનિક અધિકારીઓ એ ગંભીરતાથી લેવાની જરૂર છે. નહીતો આવા કિસ્સા ભવિષ્યમાં પણ બનતા રહેશે .પ્રશાસનિક અધિકારીઓ ની જવાબદારી છે કે મહિલા શિક્ષિકાઓને સલામત વાતાવરણ બનાવી આપવામાં આવે એવી માંગ ઉઠી રહી છે

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements