સુરેન્દ્રનગર ખાતે દાળમીલ રોડ ઉપર રહેતા શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા (ખેરાળી) નાં નિવાસસ્થાને સવારે 11 વાગે તા. 1 સપ્ટેમ્બર બુધવારે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી થઈ ત્યારે સમગ્ર પરિવારે ખૂબ જ ભાવપૂર્વક સ્વાગત કર્યું. શ્રી અનિરુદ્ધસિંહજીનું અત્યાર સુધીમાં લગભગ 60 મંદિરોનાં નિર્માણમાં ખુબ જ મહત્વનું પ્રદાન રહેલું છે. મંદિરના વિધીવિધાન, પ્રાણપ્રતિષ્ઠા, દેવદેવીઓનાં સ્થાપન, ગ્રહો-નક્ષત્રો તેમજ અનેકવિધ ધર્મોની તલસ્પર્શી અને સચોટ માહિતી માણવા જેવી છે અને આ બધી શાસ્ત્રોક્ત બાબતોમાં એ સ્હેજ પણ બાંધછોડ કરતા નથી એ ખુબ જ મહત્વનું એમનું જમાપાસું છે. તે ઉપરાંત સુંદર મજાની પાઘડીઓ પણ બનાવે છે અને સમગ્ર એરિયામાં ‘પાઘડીવાળા બાપુ’ તરીકે પ્રખ્યાત છે. આ સાથે પુ. શ્રીએ ખેરાળીનો સંશોધન અહેવાલ પણ અનિરુદ્ધસિંહજીને સુપરત કર્યો કારણ કે પુ. શ્રી માડી એક સિદ્ધહસ્ત ઝાલાવાડનાં ઇતિહાસવિદ પણ છે અને ડો. ઇન્દ્રવદન આચાર્ય તરીકે તેમણે સૌરાષ્ટ્રમાં ઝાલા રાજવંશના શાસનનો ઇતિહાસ લખીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌપ્રથમ Ph. D. (1974) થયેલા છે.
શ્રી અનિરુદ્ધસિંહજીનાં સુપુત્ર શ્રી દિગ્વિજયસિંહ ઝાલા સ્વામિનારાયણ મંદિર, દુધરેજ વડવાળા મંદિર, સાયલા મંદિર તથા અન્ય મંદિરોમાં ભગવાનના વાઘા બનાવે છે તેમજ પરદેશમાં પણ મોકલે છે. પુ. શ્રી માડીએ અહીં ધર્મલાભ આપ્યો અને પ્રસાદ ગ્રહણ કરીને બપોરે 2 વાગે રાજકોટ જવા રવાના થયા.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877