Explore

Search

July 6, 2025 6:37 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

સત્સંગ અને સંસ્કારોના પ્રભાવ : Varsha Shah

સત્સંગ અને સંસ્કારોના પ્રભાવે

ઈ.સ. ૨૦૧૨ની આ વાત છે.

નાનકડા સાત વર્ષના બાળકને ગોરેગાઁવ
મુંબઈ નિવાસી એક સંસ્કાર પ્રેમી પિતાજીએ ઓફર કરી,
“બેટા! આપણું ઘર ઉપાશ્રયની નજીક છે. તું ઉપાશ્રયમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોને ત્રણેય ટાઈમ ગોચરી માટે વિનંતિ કરવા જા.
તું જેટલા સાધુ-સાધ્વીજી ભગવંતને વહોરવા લઈ આવીશ તે દરેક
મહાત્મા દીઠ તને હું પચાસ રૂપિયાની પ્રભાવના આપીશ.”

દિકરો તો ખુશ – ખુશ થઈ ગયો.

પિતાજીના મનમાં એ વાત ખુબ સ્પષ્ટ હતી કે
સંતાનોને સારા સંસ્કારો આપવા હોય કે
આપેલા સંસ્કારોને ટકાવી રાખવા હોય તો તેમને
પંચમહાવ્રતધારી ગુરુભગવંતોના સત્સંગમાં રાખવા પડે.

આજના યુગના છોકરાંઓ ઉપાશ્રયમાં જવા જલ્દી તૈયાર હોતા નથી.
તેથી આ રીતે તેને ઉપાશ્રયમાં
જતો કરવા અને ગુરુભગવંતોને નીકટથી પરિચય કરાવવા સંસ્કારપ્રેમી પિતાજીએ આ આયોજન કર્યું હતું.

પચાસ રૂપિયાના આ આકર્ષણે તો ગજબની કમાલ કરી દીધી.

ત્રણેય ટાઈમ દિકરો ઉપાશ્રયે
પહોંચી જ જાય, ભાવભરી પોતાની કાલીઘેલી ભાષામાં વિનંતિ કરે.

નાના બાળકની આ આગ્રહભરી વિનંતિ
મહાત્માને પણ વહોરવા જવા મજબૂર કરે.

કોઈકવાર વહોરવા નીકળવાની વાર હોય તો
ગુરુભગવંતનો સત્સંગ થાય, સાહેબજી પાસેથી સરસ મજાની વાત તથા ઉપદેશ સાંભળવા મળે .

ઉપાશ્રયમાં આવતાં જ એમના શુભ
અણુપરમાણુની એના મન પર અસર થાય ,
મહાત્માઓ ની સુંદર ચર્યા ઓ ના દર્શનથી સમ્યગ્દર્શન ની શુદ્ધિ થાય.

વળી , નિયમ એવો હતો કે વહોરવા લાવે ત્યારે
માત્ર આપણા ઘેર નહિ પણ બિલ્ડીંગના તમામ ઘરો બતાવવા તથા વહોરાવ્યા બાદ ઉપાશ્રય સુધી બહુમાન ભાવપૂર્વક મુકવા જવુ.

આની ધારી અસર થઈ.

એના સંસ્કારો દિન-પ્રતિદિન વધતા ચાલ્યા. અનેક મહાત્માઓ સાથે નિકટથી તે પરિચયમાં આવ્યો.

જિનપૂજા-કંદમૂળત્યાગ-
અભક્ષ્યત્યાગ-રાત્રિભોજનત્યાગ વિગેરે નિયમોનું પાલન એનામાં સાહજિક બન્યું.

છે ને પચાસ રૂપિયાની તાકાત !

નાનકડા સાત વર્ષની ઉંમરથી શરૂ થયેલ પ્રભાવનાની યોજના આજે પણ ચાલુ છે.
મોંઘવારી વધવાથી ઈ.સ. ૨૦૨૦થી પ્રભાવનાની રકમ પણ
પચાસમાંથી સો રૂપિયા થઈ ગઈ છે.

સંસ્કારપ્રેમી પિતાશ્રી એ કહ્યું !
સાહેબજી ! આજ દિન સુધી આ વાત અમારા પરિવાર સિવાય મેં કોઈને કરી નથી. આજે વાત નીકળી છે માટે આપને જણાવું છું,

“સાહેબજી! કહેતા ખૂબ ખુશી થાય છે કે આજ દિન સુધી આ પ્રભાવનાના પ્રભાવે વિનંતિ થી
૨૦૦૦થી વધુ મહાત્માના પગલા થઈ ચૂક્યા છે.

સાહેબજી! એક વાત કહેવાની રહી ગઇ. જો દિકરો આચાર્ય ભગવંતના પગલા કરાવે તો પ્રભાવનાની રકમ ૫૦૦/-રૂા. રાખી છે. આની ભાવભરી વિનંતીથી ૨૦
જેટલા આચાર્ય ભગવંતોના પણ પગલા થઈ ચૂકયા છે.

આજે મને આનંદ છે કે મહાત્માઓના પગલાથી અમારુ
ઘર સતત પવિત્ર થયા કરે છે.

પુણ્યવર્ધક સુપાત્રદાનનો લાભ અવિરત ચાલુ રહે છે અને દિકરો ધર્મના સંસ્કારો તથા સત્સંગથી સદા ભર્યોભર્યો રહે છે.

અનુમોદનીય વાત તો એ છે કે સત્સંગ અને સંસ્કારોના પ્રભાવે આજસુધી એણે મળેલ પ્રભાવના
સ્વરૂપ દોઢલાખ જેટલી રકમ એને કયારેય પોતાના મોજ-શોખમાં કે પોતાના માટે વાપરી નથી.

પરંતુ
જીવદયા-અનુકંપા વિગેરેમાં જ વાપરી છે. એની પાસે ગાય આકારનો ગલ્લો છે.મળતી બધી રકમ એ ગાયને અર્પણ કરી દે. રકમ ભેગી થાય ત્યારે એ બધી જીવદયા કે અનુકંપામાં વાપરી દે છે.
તો ઘર-ઘરમાં સૌ શરૂ કરો આ નવલું આયોજન પ્રભાવનાનું, પછી તો ફાયદા જ ફાયદા.

સંતાનોનું સુંદર સંસ્કરણ, સુપાત્રાદાનનો વિશિષ્ટ લાભ
અને સુકૃતોની હારમાળા…

મુક્તિદૂત
Aho Jinshasanam

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements