ધાર્મિક કથા – ભાગ 4
ગણેશ મહિમા
🌷🌷🌷🌷🌷
અલગ અલગ રંગના ગણપતિનો હોય છે ખાસ મહિમા, જાણો તેમની પૂજાનું મહત્વ..
બધા દેવી-દેવતામાં ગણેશજીની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે. તેમની કૃપાથી દરેક વિધ્નનો નાશ થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. શિક્ષાથી લઈને સંતાન સુધી બધુ જ તેમની કૃપાથી સંભવ છે. તેમની મૂર્તિ અથવા ચિત્રના પ્રયોગથી ઘરનો વાસ્તુ દોષ દૂર થાય છે. ગણેશજીની ઉપાસનામાં તેમની અલગ-અલગ રંગની મૂર્તિઓનો ઉપયોગ થાય છે. અલગ-અલગ રંગના ગણપતિ દરેક કામના પૂરી કરી છે.
👉 પીળા રંગના ગણપતિ 6 ભુજાધારી હોય છે. તેમને હરિદ્રા ગણપતિ કહેવાય છે. આ હળદરની સમાન પીળા હોય છે અથવા હળદરમાંથી બનેલા હોય છે. તેમને ઘરના મુખ્ય પૂજા સ્થળ પર સ્થાપિત કરવા જોઈએ. તેમની સાધનાથી દરેક પ્રકારનું મંગળ થાય છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
👉 લાલ રંગના અથવા રક્ત વર્ણના ઘણા બધા ગણેશજી હોય છે. રક્તવર્ણના ચાર ભુજાધારી ગણેશ મુખ્ય રૂપથી પૂજાય છે. તેમને સંકટહરણ ગણપતિ કહેવાય છે. તેમની સ્થાપના પૂજાના સ્થળે કરો અથવા કાર્ય સ્થળે કરો. તેમને દૂર્વા અર્પિત કરવાથી દરેક સંકટ દૂર થાય છે.
👉 સફેદ રંગના ગણેશને શુભ્ર ગણપતિ અથવા દ્વિજ ગણપતિ કહેવાય છે અને તે ચાર ભુજાધારી હોય છે. તેમની ઉપાસનાથી જ્ઞાન, વિદ્યા અને બુદ્ધિનું વરદાન મળે છે. તેમની સ્થાપના વિદ્યાર્થીઓએ અભ્યાસના સ્થળે કરવી જોઈએ. અભ્યાસ અને પરીક્ષા પહેલા તેમનું સ્મરણ કરવાથી સફળતા મળે છે.
👉 વાદળી રંગના ગણપતિને ઉચ્છિટ ગણપતિ કહેવાય છે. આ રંગના ગણેશ ચાર ભુજાધારી હોય છે. સામાન્ય રીતે તેમની પૂજા કરવામાં નથી આવતી. તેમની તંત્રની વિશેષ પૂજા હોય છે. ઉચ્ચ પદની પ્રાપ્તિ, કામના સિદ્ધિ અને તંત્ર-મંત્રથી બચવા માટે તેમની પૂજા કરાય છે. આ ગણેશની પ્રતિમાનું પૂજન કોઈ સદગુરુ અથવા સાધુની સલાહ વિના ન કરવું.
👉 ઋણમોચન ગણપતિ – આ ગણેશજીનો વર્ણ પીળો હોય છે અને તેઓ ચાર ભુજાધારી હોય છે અને લાલ રંગના વસ્ત્રો ધારણ કરે છે. તેમને પોતાના કાર્યસ્થળ પર સ્થાપિત કરો. રોજ તેમની સામે ઘીનો દિવો કરો. દેવામાંથી મુક્તિની પ્રાર્થના કરો, જેનાથી લાભ મળશે.
👉 મહાગણપતિ – આ ગણેશજી સમસ્ત સ્વરૂપને પોતાની અંદર સમાવિત રાખે છે. આ ત્રિનેત્રધારી રક્તવર્ણના અને દસ ભુજાધારી હોય છે. સામાન્ય રૂપે તેમની ઉપાસના નથી કરવામાં આવતી. ગણેશ મહોત્સવના અવસર પર અથવા મંદિરમાં તેમની ઉપાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમનું સ્મરણ અને દર્શન પૂજન કરવાથી સંતાનનું વરદાન પ્રાપ્ત થાય છે.
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877