Explore

Search

July 7, 2025 12:38 am

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી શિષ્ય શ્રી કાળુભાઇ નકુમ વિસ્તારમાં : Manoj Acharya

પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી શિષ્ય શ્રી કાળુભાઇ નકુમ વિસ્તારમાં : Manoj Acharya

તા. 5 સપ્ટેમ્બર, રવિવારે રાત્રે 8.30 કલાકે પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” ની પધરામણી શિષ્ય શ્રી કાળુભાઇ નકુમ (દીક્ષિત નામ ભૈરવાનંદ) નાં રાજકોટ ખાતેનાં રૈયા વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને થઈ ત્યારે તેમણે તથા તેમનાં ભત્રીજા રવિએ પુષ્પહારથી સ્વાગત કર્યું તેમજ તેમનાં નાના ભાઈ શ્રી ચિનુભાઇ, તેમનાં ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન, તેમનાં દિકરીબા અમી, પુત્રવધૂ હિરલ, ભાવનાબેનનાં ભત્રીજા કૈલાશ, દિપક તથા તેમનાં ધર્મપત્ની શ્રીમતી શિલાબેન પણ ઉપસ્થિત હતા. ઘણાં લાંબા સમય બાદ પુ. ગુરુદેવનું પુનરાગમન થયું હોવાથી સૌ ભાવમાં હતા અને ભાવનાબેને ગાયત્રી માતાજીની ચિત્રપ્રતિમા, ચરણપગલા તથા યંત્રરાજની પૂજા કરી. એક વિશેષ બીજી વાત એ પણ કહેવાની છે કે શ્રી કાળુભાઇ પુ. માડીનાં અનન્ય સેવાભાવી શિષ્ય છે અને શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં પ્રસંગ કોઇપણ હોય.. સૌ પહેલા આવે અને છેલ્લા જાય.. જોકે તેમની વધતી ઉંમર અને નાદુરસ્ત તબિયતને હિસાબે હવે તેઓ સેવામાં આવી શકતા નથી તેનું તેમને દુઃખ છે. તે ઉપરાંત મારા સસરાજી સ્વ. નટવરલાલ દવેનાં તેઓ જમણાં હાથ સમાન હતા, જ્યારે તેઓ બિઝનેસમાં હતા અને તમામ પારિવારિક પ્રસંગોમાં તેઓની સેવા હોય જ.. મને હંમેશા આવી વ્યકિતઓ અતિ પ્રિય છે, પછી ભલે ભલે તેમની પાસે પૈસા ન હોય પણ અંતરનાં ભાવ છે અને તેમના માટે હું બધું જ કરી શકું છું. કાળુભાઇ જેવી વ્યક્તિ મારે મન ‘મુઠી ઉંચેરા માનવી’ છે. પુ. શ્રી માડીએ સૌને ધર્મલાભ અને શુભાશીર્વાદ આપીને રાત્રે 9 વાગે વિદાય થયા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements