Explore

Search

July 6, 2025 3:40 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

સુપાત્રદાન ની મહીમાં : Varsha Shah

સુપાત્રદાન ની મહીમાં : Varsha Shah

સુપાત્રદાન ની મહીમાં

અમદાવાદના એ રિક્ષાચાલકની આંખોને ભીની કરી જતી ને શહેરી જૈનોને કંઈક ટકોર કરી જતી વાત.

સત્ય ઘટના

સગવડના નામે, શોખના ને સ્ટેટસના નામે ઘરો જ્યારે ગામની બહાર કે ઉપર ઉપરના ફ્લોર પર શિફ્ટ થતા જાય છે ત્યારે એક રિક્ષાચાલકની યાદ રાખવા લાયક હિતશિક્ષા.

અમદાવાદમાં રોજે-રોજ બનતી આ ઘટનાના સાક્ષી અમદાવાદીઓ છે. પણ.. એથી’ય આગળ, આ ઘટનાના સાક્ષી સ્વયં એક શ્રમણ છે, સાધુ છે.

🔹 રાજનગરમાં દેરાસરની આગળ રોજ એક રિક્ષા ઊભી રહે ને એ ખાલી રિક્ષામાંથી ઊતરે રિક્ષા ડ્રાઈવર. ને બાજુમાં જઈ કપડા બદલે ને મંદિરમાં આવી પરમાત્માની પૂજા કરે. પૂજાની જોડમાં રિક્ષા ડ્રાઈવરને જોઈ ઘણાને કુતુહલ ને ઘણાને જિજ્ઞાસા જાગે કે, આ રિક્ષાવાળો છે કોણ?

🔹 એક દિવસ એક મહાત્માએ પૂજાના કપડા બદલી રિક્ષામાં બેસવા જતા એ રિક્ષાચાલકને પૂછ્યું, “તું રોજ પૂજા કરે છે?” “હા જી.” “તો તું રહે છે ક્યાં?” “સાહેબજી! હું રહું છું અહીંથી 60 કિલોમીટર દૂર. તો તું રોજ પૂજા માટે અમદાવાદ આવે?” “સાહેબજી! મારું ઘર ગામડે છે.”

🔹 ગુરુ મ.સા. કહે, “તું રોજ આટલો દૂરથી આવે છે?” “ના સાહેબ, હું અઠવાડિયે એક દિવસ ઘરે જાઉં છું. બાકી રહું છું રિક્ષામાં.” ગુરુ મહારાજે કહ્યું, “હું તને અમદાવાદમાં ઘર અપાવી દઉં. રોજ તારે આ જવા આવવાની લમણાઝીંક મટી જાય.”

તે વખતે રિક્ષાચાલકનો આજીવન યાદ રાખવા લાયક જવાબ હતો.

🔹 “સાહેબજી! મારા ગામમાં જૈનના માત્ર બે જ ઘર છે. ને અમારું ગામ વિહાર Routeમાં આવતું હોવાથી ચોમાસા સિવાયના આઠ મહિનામાં સાધુ-સાધ્વીજી ભગવંતો વિશાળ સંખ્યામાં પધારતા હોય છે. જો હું અહીં રહેવા આવી જાઉં તો મારો એ સુપાત્રદાનનો લાભ જતો રહે.”

🔹 “ને અહીં આટલા મોટા શહેરમાં આટલા બધા જૈનોના ઘર હોય, ત્યાં મને રોજ સુપાત્રદાનનો લાભ ક્યાંથી મળવાનો? સાહેબજી! મારો પરિવાર વારંવાર મળતા આ ભવનિસ્તાર કરનારા લાભથી વંચિત રહેવા નથી માંગતો. મને ને મારા પરિવારને સાત દિવસે મળવું મંજૂર છે, પણ.. આ સુપાત્રદાનનો લાભ છોડવો મંજૂર નથી.”

🔹 આટલું કહી રીક્ષાચાલક તો ચાલ્યો ગયો, પણ.. એની વાત સાંભળી મહાત્માની આંખે શ્રાવણ-ભાદરવો બેઠો!

કથા તો અહીં પૂર્ણ કરીએ. પણ.. રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવનારાં પાસે’ય કેવી ભાવુકતા!!! મંદિરમાં થતી ચહલ પહલ ને Societyમાં થતો ઉપાશ્રય જેને Nuisance લાગે છે, એ બધી જમાતને એકવાર આ સત્યઘટના અવશ્ય વાંચાવજો ને કહેજો કે,

મંદિર ને ઉપાશ્રયથી દૂર જશે, એને માટે સુપાત્રદાન દૂર જશે ને સંસ્કાર તળિયે જશે. દેરાસરની બાજુમાં ઘર હશે તો દેવદર્શન – ગુરુવંદન થતા રહેશે ને સંસ્કારનું સિંચન થતું રહેશે. આ રિક્ષાચાલકની ભાવુકતાને વધાવવા આપણે જિનમંદિરની આસપાસ નિવાસનો સંકલ્પ કરીયે.

ફોટો – કાલ્પનિક છે

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements