Explore

Search

July 20, 2025 3:47 pm

लेटेस्ट न्यूज़
Advertisements

સંસાર નો નિયમ છે..જેવું વાવો તેવું લણો… : Varsha Shah

સંસાર નો નિયમ છે..જેવું વાવો તેવું લણો… : Varsha Shah

હું શાંતિ થી… ISU માં મારા પપ્પા ની બેડ પાસે બેઠો હતો…પપ્પા ને આજે સવારે છાતી માં દુખતું હતું એટલે દાખલ કર્યા હતા..

આ હોસ્પિટલ માં એ સારું હતું..એક અંગત વ્યક્તિ ને દર્દી ની બાજુ માં બેસવા ની છૂટ આપવા માં આવી હતી……

હું સવાર થી જોતો હતો…એક 50 વર્ષ ની આજુબાજુ લાગતી દેખવાડી સ્માર્ટ પેન્ટ ટીશર્ટ પહેરેલ સ્ત્રી દેખવા માં આધુનિક છતાં પણ વાતો કરવા માં શાલીનતા વિવેક…
ચુક્યા વગર દાદા ની સેવા કરી રહી હતી…
ઘડીક માં નાક સાફ કરે, તો ઘડીક માં મોઢું સાફ કરે, થોડીવાર થાય એટલે ચમચી થી ખોરાક મોઢા માં આપે…
ઘડીક માં માથે હાથ ફેરવે તો ઘડીક મા પગ પણ દબાવે…

આધુનિક કપડાં માં સ્ત્રી હોય એ સારું લાગે પણ જ્યારે આધુનિકતા તેમના વ્યવહાર વર્તન માં આવે ત્યારે એ આકરું લાગે,..આધુનિકતા નો મતલબ સ્વછંનદી પણુ નથી
માત્ર બદલતી દુનિયા સાથે કદમ.મેળવુ એ આધુનિકતા નો અર્થ છે…

મારી ઉમ્મર ના અનુભવ પ્રમાણે ..તેના ચહેરા ના ભાવ ઉપર થી વગર સ્વાર્થ કે અપેક્ષા એ પોતનું કાર્ય કરતી હતી એ સ્પષ્ટ હતું…

મારા થી રહેવાયું નહિ..મેં કીધું..તમારા પપ્પા છે…એ છોકરી એ કીધું હા મારા પપ્પા છે…

બેટા તારી સેવા ને સલામ કરું છું.ઈશ્વર છે કે નહીં એ શ્રદ્ધા નો વિષય છે..પણ જાગતો દેવ આપણી સામે છે…

સાચી વાત અંકલ
ખુબજ પ્રેમાળ છે મારા પપ્પા, મારી તકલીફ ના સમયે પહાડ ની જેમ ઉભા હતા, મારી આંખો ના આસું તેમણે ઝીલ્યા છે…મારી રાત ના ઉજાગરા સમયે એ મારી સાથે બેઠા છે…મારુ પાકીટ જ્યારે ખાલી રહેતું..ત્યારે નોટો ની થપ્પી તેમણે મારા પાકીટ માં મૂકી છે…તેમનો ઉપકાર નો બદલો શબ્દો માત્ર થી હું ચૂકવી શકું તેટલી સમર્થ નથી…..

મારી મુસીબત સમયે ઘણા હાથ છોડાવી ભાગ્યા તો ઘણા નજર ચુકાવી ભાગ્યા..પણ આ મારા પપ્પા એ…મારો મજબૂતીથી હાથ પકડી રાખ્યો….ભાઈ ..તોફાન તો પસાર થઈ ગયું…એક સુંદર સવાર પણ ઊગી….આ સુંદર સવાર ના હક્દાર આ મારા પપ્પા છે..ફરીથી તેમના માથે આ બેને હાથ ફેરવ્યો…

મેં કીધું બહેન તમને વાંધો ન હોય તો આપ નું નામ કહેશો..

ભાવના..

મેં કીધું તમારી ભાવના શુદ્ધ છે …ભાવના બહેન ઈશ્વર તેનું ફળ જરૂર આપશે..

હું ખુશ થયો…વાહ બાપ દીકરી નો.પ્રેમ જોરદાર છે..ત્યાં અચાનક..ડોકટર વિઝીટ માં આવ્યા….બધા ને ચેક કરતા કરતા…ડોકટર સાહેબ બાજુ વાળા દાદા પાસે ગયા..થોડી વાર ચેક કરી , બધા રિપોર્ટ જોઈ ભાવના બહેન સામે જોઈ ડોકટર બોલ્યા …મમ્મી ચિંતા જેવું નથી..દાદા ને સારું થઈ જશે..
ભાવના બહેને આંખ બંધ કરી ઈશ્વર નો આભાર માન્યો.

પણ હું મૂંઝાઈ ગયો…આ ડોકટર ભાવના બહેન ને મમ્મી કહે છે…

મેં ભાવના બહેન ને કીધું….દાદા ને છોકરો નથી…?

ભાવના બહેન ની આંખો ભીની થઇ એ બોલ્યા….પુત્ર હતો પણ કાર અકસ્માત મા ઘણી નાની ઉંમરે ગુજરી ગયો..

હું તેમની વિધવા પુત્રવધુ છું…અને હમણાં જે ડોકટર ચેક કરવા આવ્યા હતા એ મારો પુત્ર ડો. પ્રણવ હતો…

હું ઉભો થઇ. .ભાવના બહેન ને હાથ જોડી પગે લાગ્યો..બહેન તમે દીકરી ને શરમાવે તેવી સેવા સસરા ની કરો છો…

અરે મોટા ભાઈ…મારા પતિ ગુજરી ગયા , ત્યારે મારા પિયર પક્ષે…સિફતાઈ થી અંતર બનાવી લીધું હતું..મારો પુત્ર પ્રણવ આઠ ધોરણ માં હતો…
હું ત્યારે નોકરી કરતી ન હતી..આવા વિપરીત સંજોગો માં આ મારા બાપ થી પણ જેને હું ઉંચો દરજ્જો આપું છું એ મારા સસરા એ મારો હાથ પકડી કીધું બેટા દીકરો ગુમાવ્યો છે..તેનો મતલબ તું મારી નજર માં પારકી નથી..

તું મારી દીકરી છે…એજ થી ઘર નો આર્થિક વ્યવહાર તારે સાચવવા નો છે..આ પકડ ચેક બુક ..રૂપિયા ની ચિતા કરતી નહિ…પ્રણવ ને તારી ઈચ્છા મુજબ ભણાવ ….

ઈશ્વર કૃપા થી મેં પણ નોકરી શોધી લીધી…
પણ ઘર ખર્ચ..પ્રણવ નો ભણવા નો ખર્ચ…આ મારા સસરા એ નૈતિક પણે ઉપાડી લીધો હતો…
પરિણામ સ્વરૂપ તમે જોયું મારો પુત્ર ડોકટર બની ગયો…
આવી.મહાન વ્યક્તિ ની સેવા કરવા નો મોકો મને મળે એતો પુણ્ય નું કામ છે….

મેં કીધું ભાવના બહેન આજે.
Daughter’s day..છે…તમે સંસાર ને એક સંદેશ આપ્યો…તમે તમારા સસરા ની દીકરી બની ને આજે ઉભા રહ્યા…છો

ભાવના બહેન ની સજનતા જોવો એ પણ હસી ને બોલ્યા…ભાઈ મારા સસરા પણ મારી મુસીબત વખતે બાપ બની ને ઉભા રહ્યા..મોઢું છુપાવી ભાગ્યા નથી….
સંસાર નો નિયમ છે..જેવું વાવો તેવું લણો… ભાવના બહેન દાદા ની સેવા માં ફરી પડી ગયા..

પણ હું એક કુળવધુ ને એના અલગ સ્વરૂપ થી નતમસ્તક બની જોતો રહ્યો..

મિત્રો..
સંબધો..કોઈ પણ હોય..
એ સબંધ પાસે અપેક્ષાઓ રાખતા પહેલા આપણે તેને લાયક બનવું પડે…

🙏🙏🙏🙏🙏🙏

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements