Explore

Search

November 21, 2024 4:11 pm

लेटेस्ट न्यूज़

‘મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું.’: કવિ વિપીન પારેખ : Manoj Acharya

‘મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું.’: કવિ વિપીન પારેખ : Manoj Acharya

‘મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું.’ માતૃભાષાનાં આવા પ્રચંડ હિમાયતી એવા કવિ વિપીન પારેખ (1930-2010) નો આજે જન્મદિવસ છે.
વિપિન પરીખનો જન્મ ૨૬ ઓક્ટોબર ૧૯૩૦ ના દિવસે મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર ચિખલી (હાલ વલસાડ જિલ્લો, ગુજરાત) નો વતની હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો અને પ્લમ્બિંગના ધંધામાં તેમના પિતા સાથે જોડાયા. તેમણે જાતે જ જીવ-રસાયણ શાસ્ત્ર અને જ્યોતિષવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. વિપિન પરીખે પાછલી ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. તેઓ મુખ્યત્વે અછંદાસ કવિતાઓ લખતા હતા અને તેમની કવિતા સામાજિક ચિંતત અને આધુનિક સંવેદનશીલતા વ્યક્ત કરે છે. તેમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રકાશિત થયા: આશંકા (૧૯૭૫), તલાશ (૧૯૮૦) અને કોફી હાઉસ (૧૯૯૮). મારી, તમારી, આપણી વાત (૨૦૦૩) એ તેમની સમગ્ર કવિતાઓના કાવ્યસંગ્રહ છે. આલિંગનને કાટ લાગે છે (૧૯૯૯) અને હું પાછો આવીશ ત્યારે (૨૦૧૧) એ તેમના નિબંધ સંગ્રહો છે. શાંતિ પમાડે એને સંત કહીએ (૧૯૯૯)માં તેમણે વિવિધ સંતોના ટૂંકા જીવનચરિત્રો આલેખ્યા હતા. સુરેશ દલાલે તેમના પર કવિ એની કવિતા શ્રેણી અંતર્ગત એક પુસ્તક તૈયાર કર્યું હતું. ૮ ઓક્ટોબર ૨૦૧૦ ના દિવસે મુંબઈમાં તેઓનું અવસાન થયું. ભાવવંદન 👏💐
પ્રકૃતિ ઉપરની એક સુંદર કાવ્યનું અહીં નિરૂપણ કરીને આપણે તેમને કાવ્યાંજલિ આપીએ.
બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૂપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग