પાણીપુરી નાં મસાલામાં હેરોઈન ની મીલાવટ : Varsha Shah

Views: 64
0 0
Spread the love

Read Time:5 Minute, 28 Second

ચેતવણી!
સાવચેત રહો!
(સત્ય ઘટના છે)

માનવું ના માનવું તમારી મરજી 🙏🏻

મારા પિતરાઈની દીકરી જે છેલ્લા છ દિવસથી હોસ્પિટલમાં હતી.

તે માનસિક રીતે અસ્વસ્થ હતી. તે ચીસો પાડે છે, દોડે છે અને કરડે છે.

તે દીકરી બાર વર્ષની જ છે. જ્યારે મને ખબર પડી, તો હું હોસ્પિટલમાં જોવા ગયો. છોકરીના પગ અને હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને તેને અસહ્ય વેદના થતી હતી.

જ્યારે હું ડોક્ટરને મળ્યો, ત્યારે તેમણે કહ્યું કે તેને હિસ્ટરીયા છે. જ્યારે મેં તેના પિતાને પૂછ્યું તો તેમણે કહ્યું કે તે રોગ એક પડછાયો બની ગયો છે. માતાએ કહ્યું કે તેના પર તેના કાકાએ કાળોજાદુ કરી દીધો છે. . !!!

જેટલા મોઢાં એટલી વાતો. હું છોકરી પાસે ગયો અને તેને પ્રેમ કર્યો,અને પાણી આપ્યું.
તે બેચેન હતી. તે વારે વારે કહે છે કે મારે પાણી પુરી ખાવી છે. !!!

ડોક્ટર સાહેબે તેમને બજારમાંથી કંઈપણ લાવી આપવાની મનાઈ ફરમાવી હતી.

મેં પૂછ્યું કે છોકરીની આ સ્થિતિમાં કેટલો સમયથી છે. તો માતાએ કહ્યું કે તે વેકેશનમાં છેલ્લા વીસ દિવસથી તેની ફોઇના ઘરે ગઈ હતી. જ્યારથી તે ત્યાંથી પાછી આવી છે ત્યાર થી તે નાદુરસ્ત જ છે.

તે ચીડચિડી થઈ ગઈ છે. તે બહાર જ દોડી જાય છે. અને કહે છે કે તેને પાણી પુરી ખાવી છે, પણ જ્યારે તેને લાવી આપીએ છે ત્યારે તેને પસંદ નથી અને તેને ફેંકી દે છે. ચીસો પાડે છે અને દોડે છે.

મેં છોકરીને ખાનગીમાં વાત કરવાની પરવાનગી માંગી જે મને મળી.

મેં છોકરીના હાથ -પગ ખોલીને તેને ટેરેસ પર લઈ ગયો, તેને પાણી આપ્યું.

મેં તે દીકરી ને કહ્યું કે ” તું મને તારો મિત્ર માન”. હું સોગંદ લઉં છું કે આપણી વચ્ચે જે પણ કોઈ વાત થશે તે આપણા વચ્ચે જ રહેશે. જ્યારે છોકરીને થોડી હૈયાધારણા મળી ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું.”તમે તમારી માતાના સોગંદ આપો કે તમે કોઈને કહેશો નહીં”. તે કહેવા લાગી કે ફોઇ ના ફળિયામા એક ગોલગપ્પા વાળો છે તેના ગોલગપ્પા તેને બહુજ પસંદ છે.

મારા પિતરાઈ ભાઈ અને હું બંને તે ખાવા જતા હતા. જ્યારથી હું ત્યાંથી પાછી આવી, મારું હૃદય ખૂબ જ બેચેન છે, અને મારા શરીરમાં કંઈક સળગી રહ્યું છે. અને મને બેચેની જેવું જ લાગે છે, મેં તેની પાસેથી તેની ફોઇનો નંબર લીધો અને તેને ખાતરી આપી કે હું જરૂર કંઈ કરી છું અને કરીશ.

બીજા દિવસે હું તેની ફોઇના ઘરે ગયો. મારા સંબંધી હતા, મારા માટે ખૂબ જ આદરણીય હતા. મેં તેના દીકરાને અમારી સાથે બજારમાં આવવા કહ્યું. અમે સાંજે પગપાળા ઘરેથી નીકળ્યા. વાતવાતમાં મેં પાણી પુરી વાળા ના વખાણ કર્યા. અને અમે તે દુકાનમાં પહોંચી ગયા. પાણીપુરી મંગાવી અને ખાધી. તે ખાવાની ખૂબ મજા આવી. તેનો સ્વાદ જરા જુદો હતો. મેં થોડી પેક કરાવી અને મારી સાથે લાવ્યો. તે જ રાત્રે શહેરમાં પાછો ફર્યો અને પાણીપુરી તપાસવા માટે મારા મિત્રની લેબમાં આપી દીધી.

દવાની કંપનીને પણ આપી.

બીજા દિવસે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે હું માથું પકડીને બેઠો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે મસાલામાં હેરોઈન ઉમેરવામાં આવી છે.

એક ક્ષણ માટે મારો શ્વાસ બહાર જ અટકી ગયો હતો.

મેં તુરંત જ નાર્કોટિક્સ વિભાગનો સંપર્ક કર્યો અને પાણીપુરી ની દુકાન પર દરોડો પાડ્યો અને ત્યાથી દારૂ, હેરોઇન અને હશીશ મળી આવ્યા. તે એક નિયમિત ડ્રગ અડ્ડો હતો અને પાણીપુરી વાળો તેની પાણીપુરીમાં હેરોઇનનું મિશ્રણ કરી રહ્યો હતો. જેઓ તેના બંધાણી થઈ ગયાં હતા તેઓ છોડી શક્યા નહીં.

પાણીપુરી વાળાની ધરપકડ કરાવી અને દવાખાને યુવતી પાસે પરત આવ્યો અને ડોક્ટરને વિશ્વાસમાં લઈ છોકરીને વ્યસનમુક્તિ સંસ્થામાં સારવાર માટે દાખલ કરી ઈલાજ કરાવવામાં આવ્યો.

આ એક સાચી હકીકત છે

હવે વાસ્તવિક મુદ્દા પર આવીએ. અને તે એજ કે આપણા બાળકો સાથે શું થઈ રહ્યું છે?

આપણા બાળકો અત્યારે શું કરી રહ્યા છે?

તેઓ વ્યસની છે અને આપણને ખબર પણ નથી.

એકંદરે આપણે આપણા બાળકો પ્રત્યે બેદરકાર જ છીએ.

વાલી તરીકે બાળકોનું ધ્યાન રાખવું અને સાચી સલાહ આપવી એ આપણી જવાબદારી છે જ

(ફોરવર્ડ એઝ રિસીવ)
🙏🏽🙏🏽

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *