રવિવાર એટલે સૂર્યનો દિવસ. આ દિવસે જો તમે લાલ રંગનાં વસ્ત્રો પહેરો છો તો તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. જીવનમાં જલ્દીથી પ્રગત્તિ ઇચ્છતા હો તો લાલ રંગનાં કપડા પહેરો.
આજે રવિવાર હોવાથી સૂર્ય ગ્રહ નું દાન નીચે મુજબ આપી શકાય
ઘઉં, ગાય, લાલ વસ્ત્ર, ગોળ, તાંબુ, લાલ ફુલ, સોનુ, માણેક, લાલ ચંદન, કમળ, કેસર, બિલ્વ, દ્રાક્ષ.
આજનું પંચાંગ અને રાશિફળ
તા.૨૧.૦૨.૨૦૨૧ રવિવાર
સવંત ૨૦૭૭,
મહા સુદ નોમ,
મંગળ વૃષભ રાશિ પ્રવેશ ૨૮:૩૫,
રોહિણી નક્ષત્ર,
વિષ્કુંભ યોગ ,
તૈતિલ કરણ.
આજે રાત્રે ૦૯:૫૬ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ).
મેષ (અ,લ,ઈ) :
રોકાયેલા નાણા પ્રાપ્ત થાય, સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય, કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ, વિકાસ થાય.
વૃષભ (બ,વ,ઉ) :
આર્થિક બાબતોમાં સારું રહે, કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય, અચાનક લાભ થવાના સંકેત છે, કામકાજમાં સલાહ લઈને આગળ વધવું.
મિથુન (ક,છ,ઘ) :
માનસિક શાંતિ જણાય નહીં, આવક કરતા જાવક વધે નહિ તેનું ધ્યાન રાખવું, સંબંધોમાં સાચવવું, મુસાફરી જરૂરી ના જણાય તો ના કરવી.
કર્ક (ડ,હ) :
અટકેલા કાર્યો પુરા થાય, નાણાકીય વ્યવહારમાં લાભ રહે, મિત્રો સાથે સારો સમય પસાર થાય, હકારાત્મક દિવસ.
સિંહ (મ,ટ) :
વડીલોના આશીર્વાદથી દિવસની શરૂઆત કરવી કરવી, કાર્યને લઇને ચિંતા હોય તો તે દૂર થાય, મુલાકાત મીટીંગ થી લાભ રહે.
કન્યા (પ ,ઠ ,ણ ) :
ભાગ્યનો સહયોગ સારો મળે, રહેણી કરણીમાં ઇચ્છિત બદલાવ લાવી શકાય, નવા વિચારો સાથે આગળ વધી શકો, નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) :
વિચારોથી હકારાત્મક રહેવું જરૂરી, બધા સાથે વ્યવહાર સારો રાખવો, મુસાફરી લાભદાયક રહે, ધ્યાન પ્રાણાયમથી લાભ.
વૃશ્ચિક (ન ,ય ) :
લાંબા સમયની કોઈ ઈચ્છા હોય તો તે પૂર્ણ થાય, ધીરે-ધીરે સમસ્યાઓ દૂર થાય, દરેક કાર્યમાં કાળજી રાખવી, પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ):
નવા કાર્યની શરૂઆત ન કરવી, કામકાજે ક્ષેત્રમાં સફળતા માટે વધારે મહેનત કરવી પડે, ખાણી-પીણીમાં નિયંત્રણ રાખવું જરૂરી રહે.
મકર (ખ ,જ ) :
કામકાજમાં સફળતા આપનાર દિવસ, ધંધો રોજગાર વધારવાની કોશિશ સફળ રહે, શેર બજાર રોકાણથી લાભ મળે.
કુંભ (ગ ,સ,શ ) :
મિત્રોની મદદ મળી રહે, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો, રોકાણ ના કરવું, માથાનો દુખાવો થઈ શકે સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મીન (દ ,ચ ,ઝ ,થ):
સુખ સગવડો મા વધારો થાય, કામકાજ ક્ષેત્ર માં સૌની સાથે સારો વ્યવહાર રાખવો, વાદ-વિવાદથી દૂર રહેવું, સમસ્યાનું સમાધાન મળે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877