Explore

Search

November 23, 2024 9:31 am

लेटेस्ट न्यूज़

ધાર્મિક કથા : ભાગ 18 ગુરૂ મંત્રદીક્ષાનું મહત્વ 🕉️👏 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 18 ગુરૂ મંત્રદીક્ષાનું મહત્વ 🕉️👏 : Manoj Acharya

ધાર્મિક કથા : ભાગ 18
ગુરૂ મંત્રદીક્ષાનું મહત્વ
🕉️👏👏👏👏🕉️
નવરાત્રિ પહેલાં 6 ઓક્ટોબરે ભાગ 17 રજૂ કરેલો, જેમાં ‘નવરાત્રિમાં ઘટ સ્થાપન’ વિશે જાણકારી આપેલી. આજે આપણે ગુરૂ દ્વારા અપાતી મંત્રદીક્ષાનું મહત્વ જાણીએ.
પ્રાચીનકાળમાં બાળક જ્યારે ગુરુકુળમાં વિદ્યા મેળવવા માટે જતો હતો ત્યારે તેના વિદ્યારંભ સંસ્કાર વખતે ગુરુમંત્ર તરીકે તેને ગાયત્રી મંત્રની દીક્ષા આ૫વામાં આવતી હતી. ગુરુના માધ્યમથી જ વ્યક્તિ પોતાના શ્રદ્ધા અને વિશ્વાસને વિકસિત કરી શકે છે અને તેનાથી આપણાં જીવનની દિશા બદલાય છે. ગાયત્રી સાધનાની સફળતામાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન આ જ વાતનું છે. શ્રદ્ધા વગરના બાહ્ય કર્મકાંડો માત્ર પ્રતિકપૂજા બની જાય છે. ગુરુ અને શિષ્ય વચ્ચે જે શ્રદ્ધાના સૂત્રોનો મજબૂત સંબંધ રહે છે, તે જ લક્ષ્ય સુધી ૫હોંચાડવામાં અને સાધનાને સફળ બનાવવામાં સમર્થ નીવડે છે. જેમ શરૂઆતમાં નાના તીરકમાનનો અભ્યાસ કરનાર યોદ્ધા મોટો થયા ૫છી પ્રચંડ બાણોનો ઉ૫યોગ કરવામાં સમર્થ બની જાય છે, તેવી જ રીતે ગુરુ ૫ર રાખવામાં આવેલ શ્રદ્ધા-વિશ્વાસ આગળ જતા ઈશ્વરભક્તિ અને પ્રેમનું સ્વરૂ૫ લઈ લે છે. ગુરુદીક્ષા સાથે શરૂ કરવામાં આવેલી ગાયત્રી સાધના કે પછી કોઇપણ દેવી દેવતાની સાધના વિશેષ રીતે ફળદાયી નીવડે છે. જે તપસ્વી હોય એવા સદગુરૂ પાસેથી જ મંત્રદીક્ષા લેવી જોઈએ કારણ કે તેનાથી આત્માકલ્યાણ અને આત્માની ઉન્નતિ માટેનો માર્ગ સરળ બને છે. જો આપને ‘સ્વાઘ્યાય’ માં રુચિ હોય તો સન્માર્ગે ચાલવામાં રુચિ પેદા થાય છે. જો આપને સત્સંગમાં ઋચિ હોય તો સ્વભાવ અને સંસ્કારો શુદ્ધ બને છે. તો વળી કીર્તનથી એકાગ્રતા અને તન્મયતામાં વધારો થાય છે. ‘દાનપુણ્ય’થી ત્યાગ અને અ૫રિગ્રહની ભાવના ૫રિપૃષ્ઠ બને છે. ‘પૂજાઉપાસના’થી આસ્તિકતા અને ઈશ્વર પ્રત્યે વિશ્વાસની ભાવના પેદા થાય છે. આમ જુદા જુદા ઉદ્દેશ્યો અને ૫રિસ્થિતિઓને નજર સમક્ષ રાખીને ઋષિઓએ અનેક પ્રકારની સાધનાઓનો ઉ૫દેશ આપ્યો છે, ૫રંતુ તે બધામાં ‘ત૫’ની સાધના જ સર્વો૫રી છે, જે મંત્રજાપથી થાય છે. ત૫ના અગ્નિથી આત્મા ઉ૫ર છવાયેલાં મેલ, વિકારો અને પા૫ ખૂબ ઝડ૫થી ભસ્મ થઈ જાય છે તથા આત્મામાં એક અપૂર્વ શક્તિ પેદા થાય છે. ગાયત્રી ઉપાસના એક સર્વશ્રેષ્ઠ ત૫શ્ચર્યા છે. ઉચ્ચ મનઃક્ષેત્ર (સુ૫ર મેન્ટલ) જ દિવ્ય શક્તિઓના અવતરણ માટેનું સુયોગ્ય સ્થાન છે. જ્યાં ઉતરાણ માટેનું હવાઈમથક હોય ત્યાં જ વિમાન ઉતરે છે એ જ રીતે ઈશ્વરીય દિવ્ય શક્તિઓ માનવીના આ ઉચ્ચ મનઃક્ષેત્રમાં ઊતરી શકે છે, ૫રંતુ જો તેને સાધના દ્વારા નિર્મળ બનાવવામાં આવ્યું ન હોય તો આ અત્યંત સૂક્ષ્મ દિવ્ય શક્તિઓને આ૫ણી અંદર ઉતારી શકીશું નહિ. ગાયત્રી સાધના કે પછી કોઇપણ દૈવી સાધના સાધકના ઉચ્ચ મનઃક્ષેત્રને સુયોગ્ય હવાઈમથક જેવું બનાવે છે કે જેથી ત્યાં દૈવી શક્તિઓ ઊતરી શકે. તેના ૫રિણામે સાધકને જે દૈવી શક્તિઓ પ્રાપ્ત થાય છે અને તેનાથી જ તે સાચો આત્મિક આનંદ પ્રાપ્ત કરીને વધુને વધુ ઊંચા ભૌતિક અને આઘ્યાત્મિક લક્ષ્યને પામી શકે છે. આપે જે પણ પૂ. ગુરુદેવ પાસેથી મંત્રદીક્ષા લઇને જે ગુરૂમંત્ર લીધો હોય તેની માળા ભાવથી અચૂક કરીને નામસ્મરણ કરો કારણ કે નામસ્મરણનો મહીમા પણ ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહ્યો છે. આપ પણ આધ્યાત્મિક જીવનપથ પર આગળ વધો એ જ અભ્યર્થના અને શુભેચ્છા 💐
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग