Explore

Search

August 2, 2025 1:39 am

लेटेस्ट न्यूज़
Advertisements

માન્યતા છે ત્યાં લક્ષ્મીનો વાસ : Varsha Shah

માન્યતા છે ત્યાં લક્ષ્મીનો વાસ : Varsha Shah

સ્ટોરી અજ્ઞાત છે પણ બહુ સરસ છે અમદાવાદ ના લોકો ધણા છે એટલે ખાસ મુકુ છુ…..

લક્ષ્મીજીના હાથની છાપ…..દિપાવલી પર્વ ધનતેરસ…કાળીચૌદશ…દિવાળી

અમદાવાદના લોકો પૈસાદાર કેમ છે, તે જાણવા આ કથા વાંચી લો*

અમદાવાદને હેરીટેજ સિટીનો દરજ્જો મળ્યો પણ અમદાવાદના સ્થાપત્યો સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે, જે પૈકીના ત્રણ દરવાજા છે, જુના અમદાવાદ એટલે કે કોટ વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓ પછી તે હિન્દુ હોય કે મુસલમાન જ્યારે તેઓ દરવાજા વચ્ચેથી પસાર થતાં અચુકપણે માથુ નમાવે છે.

તમે આજુબાજુ નજર કરો તો કોઈ મંદિર અથવા દરગાહ નજરે પડશે નહીં, તો આ વેપારીઓ માથુ કેમ નમાવે છે?

તેવો પ્રશ્ન થાય ભદ્રકાળી મંદિરની બરાબર સામે ત્રણ દરવાજાની જમણી તરફના દરવાજાના ગોખલામાં એક દિવો છસો વર્ષથી સળગી રહ્યો છે. તેને લોકો લક્ષ્મીના દિવા તરીકે ઓળખે છે.

આ દિવા પાછળની કથા એવી છે કે જયારે અહમદશાહ બાદશાહનું શાસન હતું ત્યારે સાંજ પડે શહેરના પ્રવેશ દ્વાર ઉપર આવેલા તમામ દરવાજા બંધ થઈ જતા હતા, તે ત્યાર બાદ સવારે જ ખુલતા હતા.

એક રાત્રે દરવાજા બંધ થયા બાદ માતા લક્ષ્મી ત્રણ દરવાજાથી બહાર જઈ રહ્યા હતા, પણ દરવાજો બંધ હતો. લક્ષ્મીમાતાએ પોતાનો પરિચય મુસ્લિમ દરવાનને આપી દરવાજો ખોલવા કહ્યું, ત્યારે મુસ્લિમ દરવાને કહ્યું બાદશાહની પરવનાગી વગર રાત્રે દરવાજો ખુલશે નહીં.

લક્ષ્મીએ તેને કહ્યું કે તુ જઈ બાદશાહની મંજુરી લઈ આવ અને દરવાજો ખોલ, ત્યારે દરવાને લક્ષ્મી સામે શરત મુકી કે તે બાદશાહની મંજુરી લઈ ના આવે ત્યા સુધી તમે દરવાજાની બહાર જશે નહીં અને લક્ષ્મીએ વચન આપ્યું કે તારા પરત ફરતા સુધી હું બહાર જઈશ નહીં.

દરવાન બાદશાહ પાસે ગયો અને તેણે ભરઉંઘમાં રહેલા બાદશાહ સામે પોતાનું માથુ ધરી હાથમાં તલવાર આપતા કહ્યું. તમે મારૂ માથુ કાપી નાખો, કારણ હું હવે પરત જઈશ તો લક્ષ્મીમાતા જતા રહેશે અને નગર દરીદ્ર થઈ જશે અને બાદશાહે દરવાનનું માથુ કાપી નાંખ્યુ.

તે દરવાનની કબર આજે પણ ભ્રદ્રકાળી મંદિરની ઉપર ભાગે આવેલા કિલ્લામાં અહમદશાહની કબરની બાજુમાં જ છે.

લક્ષ્મીમાતા જયાં ઊભા હતા તે દરવાજામાં છસો વર્ષથી લક્ષ્મીનો અંખડ દિવો સળગે છે, અને તે દિવાની સંભાળ મુસ્લિમ દરવાનના વંશજો જ રાખે છે.

કયારે હેરીટેજ ત્રણ દરવાજામાંથી પણ આ દિવાના જરૂર દર્શન કરી શકશો. જે વેપારીઓ પહેલા કોર્ટ વિસ્તારમાં ધંધો કરતા હતા, અને આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમની આલીશાન ઓફિસો અને દુકાનો હોવા છતાં તેમણે પોતાની મુળ દુકાન સાચવી રાખી છે,

કારણ માન્યતા છે ત્યાં લક્ષ્મીનો વાસ છે.
લક્ષ્મીજી જ્યાં ટેકો દઇને ઉભેલા તેની છાપ પણ આજેય જોવાં મળે છે.
🙏🏽👍🏼😍🌹

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements