ગુજરાતમાં (GUJARAT) લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી તે ગ્રામ પંચાયતની (GRAM PANCHAYAT) ચૂંટણી (ELECTION) આજે જાહેર કરવામાં આવી હતી. ૧૦૮૭૯ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન (PLANING) જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણી ૧૯ ડિસેમ્બરે (DECEMBER) આયોજિત કરવામાં આવશે. નોટિફિકેશનની (NOTIFICATION) જાહેરાત ૨૯ નવેમ્બરે આયોજિત થશે.
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર રખાય છે. જે પણ પંચાયતોમાં ચૂંટણી છે.ત્યાં આજથી આચારસંહિતા લાગુ કરી દેવાઇ છે. પંચાયતની ચૂંટણીઓનાં પરિણામ ૨૧ ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જોકે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય આ નિર્ણયના કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે. જોકે આ વખતે ઇવીએમના બદલે મત પેટી થી મતદાન યોજાશે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877