પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં શિષ્ય શ્રી જયંતિલાલ તથા અનસુયાબેનનાં સુપુત્ર ચિંતનના લગ્ન રિદ્ધિ સાથે તા. 30/11/2021, મંગળવારે શકટ સનાળા, મોરબી ખાતે સંપન્ન થયા. અઘારા પરિવારની ઇચ્છા ચિંતન ઘોડીએ ચઢીને પરણવા જાય ત્યારે પુ. માડી આશીર્વાદ આપવા આવે તેવી હતી એટલે એમની ઈચ્છાને માન આપીને સૌપ્રથમ સવારે 8.30 વાગે તેમનાં નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે વરરાજા ચિંતનના ભાભી હેતલે ગુરૂપૂજન કર્યું અને તેમનાં પતિદેવ સાગર સહિત સમગ્ર પરિવારે પુ. ગુરુદેવનું શાલ ઓઢાડી સન્માન કર્યું અને પછી બેન્ડવાજા સાથે જાન રવાના થઈ. હસ્તમેળાપ અને ચોરીના ચાર ફેરા ફર્યા બાદ લગ્ન સંપન્ન થયા અને પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજીએ નવદંપતીને ભાવી મંગલજીવનનાં આશીર્વાદ આપવાની સાથે 27,000 ગાયત્રી મંત્રજાપનું બળ કૃષ્ણાર્પણ કર્યું તેમજ શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠમાં બિરાજીત ગાયત્રી માતાજીને પહેરાવાતી કિંમતી સાડી નવવધૂ રિદ્ધિને સપ્રેમ ભેટ આપી.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877