Explore

Search

August 30, 2025 5:12 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

‘તારી આંખનો અફીણી’ લોકપ્રિય ગીતનાં સર્જક કવિ, ગીતકાર અને સાહિત્યકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત : Manoj Acharya

‘તારી આંખનો અફીણી’ લોકપ્રિય ગીતનાં સર્જક કવિ, ગીતકાર અને સાહિત્યકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત : Manoj Acharya

‘તારી આંખનો અફીણી’ લોકપ્રિય ગીતનાં સર્જક કવિ, ગીતકાર અને સાહિત્યકાર વેણીભાઈ જમનાદાસ પુરોહિત (૧ ફેબ્રુઆરી ૧૯૧૬ – ૩ જાન્યુઆરી ૧૯૮૦) (ઉપનામ: સંત ખુરશીદાસ) નો આજે જન્મદિવસ છે.
તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં થયું. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજમાં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્યમાં પ્રુફફરીડિંગ. ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ. ૧૯૪૪ થી ૧૯૪૯ સુધી પ્રજાબંધુ અને ગુજરાત સમાચારમાં પત્રકાર. ૧૯૪૯થી જીવનના અંત સુધી મુંબઈમાં જન્મભૂમિ દૈનિકમાં. એમણે ‘સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અને ‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સૉનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા છે. માત્રા મેળ દેશીઓ, સંસ્કૃતવૃત્તોને અછાંદસમાં પણ એમણે રચનાઓ કરી છે. એમની કવિતાનું ઉત્તમાંગ ગીતો અને ભજનો છે. બાળવયે વતનમાં મળેલા સંગીતના સંસ્કારો એમનાં ગીતોમાં શબ્દસંગીતથી સૂક્ષ્મ સૂઝ સાથે પ્રગટ થયા છે. ‘નાનકડી નારનો મેળો’, ‘ઝરમર’, ‘અમારા મનમાં’, ‘પરોઢિયાની પદમણી’ વગેરે નોંધપાત્ર ગીતો છે. ભજનોમાં તળપદી વાણીની બુલંદતા, પ્રાચીન લયઢાળોની સહજ હથોટી અને ભક્તિ તથા ભાવનાભર્યું સંવેદનતંત્ર એમને સિદ્ધિ અપાવે છે. ‘નયણાં’, ‘અમલકટોરી’, ‘હેલી’, ‘વિસામો’, ‘સુખડ અને બાવળ’ વગેરે ઉત્તમ ભજનો છે. મસ્તી, માધુર્ય, ચિત્રાત્મકતા, પ્રવાહિતા અને મોકળાશ એ એમની અભિવ્યક્તિની લાક્ષણિકતાઓ છે. પ્રણય, પ્રભુ, દેશભક્તિ, પ્રકૃતિ અને તત્કાલીન ઘટનાઓનું નિરૂપણ એમણે રંગદર્શી દ્રષ્ટિથી કર્યું છે. એમની કેટલીક ગઝલો સ્મરણીય છે. ‘અખાભગત’ના ઉપનામથી એમણે ‘જન્મભૂમિ’માં કટાક્ષ-કટાર ચલાવી હતી, તેમાં તત્કાલીનતા વધુ અને કવિતા ઓછી છે. ‘કાવ્યપ્રયાગ’ (૧૯૭૮) માં પ્રાચીન-અદ્યતન કાવ્યોનો અરૂઢ ભાષામાં ભાવલક્ષી આસ્વાદ કરાવેલો છે. એમણે ‘અત્તરના દીવા’ (૧૯૫૨), ‘વાંસનું વન’, ‘સેતુ’ નામના વાર્તાસંગ્રહો પણ આપ્યાં છે. કંકુ ફિલ્મનાં બધા ગીતો તેમણે લખ્યા હતા. એમના વિસામો અને કાવડિયો જેવા ભજનો ગાંધીજીને પણ પસંદ હતા. કુશળ પત્રકાર, ગીતકાર, સાહિત્યકાર અને આઝાદીના લડવૈયા એવા વેણીભાઇ પુરોહીતનું 3 જાન્યુઆરી 1980 ના રોજ અવસાન થયું. ભાવવંદન 👏💐
સંકલન : મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements