દમણના દરિયા કિનારે ચાર કિશોરીઓ ડૂબી જતાં કેશવ બટાકે વ્યક્ત કરી ચિંતા.
- બીચ પર ચેતવણીના બોર્ડ, સુરક્ષા ગાર્ડ અને ટાવર જેવી સુવિધાઓ રહી ગઈ તેને સુધારવાની જરુર : કેશવ બટાક
ગત રોજ દમણના દરિયા કિનારે એકજ પરિવારની ચાર કિશોરીઓના ડૂબી જવાથી કરુણ મોત થતાં એન.આર.આઈ.ગ્રુપ લંડન (UK) ના કન્વીનર અને મૂળ દમણના રહીશ કેશવ બટાકે ચિંતા વ્યક્ત કરી, કિશોરીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
દમણના જંપોર બીચ પર ઘટેલી આ કરૂણાંતિકા પાછળ મૃતક કિશોરીઓના પરિવારજનોએ પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધાઓની વ્યવસ્થા ન હોવાનો આક્ષેપ કર્યો છે અને જે ખામીઓ રહી જવા પામી છે તેની સાથે સહમત હોવાનું ગણાવી કેશવ બટાકે પ્રશાસને આવા સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા અને સુવિધાઓની ઉચિત વ્યવસ્થા કરવાની જરૂર હોવાનું જણાવ્યું છે. પ્રશાસન દ્વારા જંપોર બીચને ડેવલપ કરી સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યો છે તે ખરેખર સરાહનીય છે પરંતુ બીચ પર સુરક્ષા ગાર્ડ, ટાવર અને ચેતવણીના બોર્ડ જેવી સુવિધાઓનો અભાવ છે તેને આ કરુણ ઘટના પછી તાત્કાલિક અસરથી સુધારવાની જરૂર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બેટી બચાવો બેટી પઢાવોના સપનાને ખરા અર્થમાં સાર્થક કરવાની અહીં જરૂર હોવાની વાત કેશવ બટાકે પોતાના નિવેદનમાં કરી છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877